સાવધાનઃ WhatsApp પર વીડિયો કૉલથી એકાઉન્ટ થઇ રહ્યા છે હેક, જાણો કેમ...

By : hiren joshi 11:17 PM, 10 October 2018 | Updated : 11:17 PM, 10 October 2018
નવી દિલ્હીઃ જો તમે વોટ્સએપ પર વીડિયો કોલ કરી રહ્યા છો.. તો સાવધાન થઈ જાવ. કારણ કે ફેસબૂક પછી હવે વોટ્સએપ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. ફેસબૂકની જેમ વોટ્સએપ પર પણ બગ દેખાયો છે. જે બગ હેકર્સને યૂઝર્સના એકાઉન્ટનું એક્સેસ આપી રહ્યું છે.

આવું ત્યારે થઈ રહ્યું છે. જ્યારે યૂઝર્સ કોઈ ઈનકમિંગ કોલને રિસિવ કરવા જાય છે. તેવામાં જો તમે પણ વોટ્સએપ પર વીડિયો કોલ કરી રહ્યા છો. તો સાવધાન થઈ જજો. વીડિયો કોલ પરથી તમારૂં એકાઉન્ટ હેક થઈ શકે છે.

ટેક રિપોર્ટસનું માનીએ તો, એનડ્રોઇડ અને iOS પર ઉપયોગ થઈ રહેલા વોટ્સએપ પર સૌથી પહેલા ઓગષ્ટમાં આ બગ જોવા મળ્યો છે. જોકે આ પહેલા પણ ફેબ્રુઆરીમાં આ પ્રકારનો બગ જોવા મળ્યો હતો. જેનો તોડ કંપનીએ કાઢી લીધો હતો.

તેવામાં ફરી જોવા મળેલો આ બગ વોટ્સએપની ચિંતાનું કારણ બન્યું છે. ફેસબુકે આના પર કોઇ ટિપ્પણી કરી નથી. એટલા માટે આ વાતની જાણકારી નથી કે બગ ઠીક થતા પહેલા હૈકર્સે આનો ખોટો ઉપયોગ કર્યો છે કે નહીં.Recent Story

Popular Story