બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / કારમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ રાખનારા સાવધાન, એક ભૂલથી ગાડીમાં લાગશે આગ

ઓટો ટિપ્સ / કારમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ રાખનારા સાવધાન, એક ભૂલથી ગાડીમાં લાગશે આગ

Last Updated: 06:14 PM, 13 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે કારને આગથી બચાવવા માંગતા હો તો કારમાં અમુક વસ્તુઓ રાખવાનું ટાળવું જોઇએ.

તમે તમારી કારમાં પ્લાસ્ટિકની પાણીની બોટલ પણ રાખો છો, તો સાવચેત રહો. કારમાં પાણીની બોટલ મુકવી ભારે પડી શકે છે. તમારી કારમાં ભયંકર આગ લાગી શકે છે. તમે કારને આગથી બચાવવા માંગતા હો તો કારમાં અમુક વસ્તુઓ રાખવાનું ટાળવું જોઇએ.

ગરમીનો પ્રકોપ ઘટાડવાનું નામ નથી લઇ રહ્યો. આવી સ્થિતિમાં કાર મોબાઇલ જેવી ચીજોના વિસ્ફોટના કેસો પણ જોવા મળ્યા છે. દરરોજ કોઈ વાહનમાં આગ અથવા ફોનના વિસ્ફોટના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા છે. મોટાભાગના લોકો તેમની કારમાં પાણીની બોટલ રાખે છે, પરંતુ આ ટેવ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આને કારણે કારમાં વિસ્ફોટ થઈ શકે છે, તેથી તમારે જાણવું જોઈએ કે તમારે કારમાં કઈ વસ્તુઓ ન રાખવી જોઈએ અને તે તેને કેવી રીતે નુકસાન પહોંચાડી શકે છે.

water-bottle 1.jpg

કારમાં પ્લાસ્ટિકની બોટલ રાખવી પડી શકે છે ભારે

તમે કારને તડકામાં પાર્ક કરો છો, તો તેમાં પ્લાસ્ટિકની બોટલ રાખવાની ભૂલ ન કરો. માત્ર આ જ નહીં પાણી પી લિધુ હોય તો બોટલને બહાર ફેકી દેવી જોઇએ. તમે કારમાં બોટલ છોડી હશે તો કારમાં ફાયર થઇ શકે છે. પ્લાસ્ટિકની બોટલ કારમાં મેગ્નિફાઇંગ ગ્લાસની જેમ કાર્ય કરે છે. સૂર્યનો સીધો પ્રકાશ બોટલ પર પડે છે અને તે રિએક્ટ કરે છે. જેના કારણે કારની સીટમાં આગ લાગી શકે છે.

જો તમારી બોટલ કોલ્ડ ડ્રિંકની છે, તો તે હાનિકારક સાબિત પણ થઈ શકે છે. તેના તાપમાનને કારણે ફાટવાની સંભાવના વધી શકે છે.

car-seat-belt

કારમાં સેનિટાઇઝર રાખવાનું ટાળો

કારમાં આવી ગરમીમાં લાઇટર રાખવાનો અર્થ છે કે તમારી કારની સાથે તમે પોતાને મુશ્કેલીમાં મુકી રહ્યા છે. સૂર્યપ્રકાશમાં લાઇટરમાં આગની સંભાવના વધી જાય છે. હેન્ડ સેનિટાઇઝર રાખવાથી હાથના જંતુઓ મરે કે ન મરે પરંતુ કારને આગ લાગી શકે છે. સેનિટાઇઝરમાં આલ્કોહોલનું મિશ્રણ છે, જેના કારણે કારને આગ લાગી શકે છે. જો તેના પર સૂર્યનો સીધો પ્રકાશ હોય તો ત્યાં એક રાસાયણિક પ્રતિક્રિયા છે, જે આગની સંભાવના તરફ દોરી શકે છે.

વધુ વાંચોઃ મોબાઈલ ચોરાય જાય તો પણ તમારો ડેટા રહેશે સુરક્ષિત, ફટાફટ કરી લો આ સેટિંગ

કારમાં ગેસ એરોસોલ અથવા સ્પ્રે કેન છોડશો નહીં. વધતા તાપમાનને કારણે કૈનની અંદરનું દબાણ ખૂબ ઝડપથી વધી શકે છે, જેના કારણે કારમાં આગ લાગી શકે છે. માત્ર આ જ નહીં, કારમાં કોઈ જ્વલનશીલ પદાર્થો રાખવાનું ટાળવું જોઇએ.

સંકળાયેલા મુદ્દાઓ

CNG CAR petrol cars Tips And Tricks
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ