બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Caution is the only safety! Omicro speeds up in India, 30 cases reported in 4 states today

મહામારી / સાવચેતી એ જ સલામતી! ભારતમાં ઓમિક્રોને સ્પીડ પકડી, આજે 4 રાજ્યોમાં નોંધાયા 30 કેસ

Hiralal

Last Updated: 09:57 PM, 18 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની પકડ મજબૂત બનતી જાય છે. આજે 4 રાજ્યોમાં 30 કેસ નોંધાયા છે.

  • ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે સ્પીડ પકડી 
  • શનિવારે 4 રાજ્યોમા નોંધાયા 30 કેસ
  • કુલ કેસનો આંકડો પહોંચ્યો 140 પર 

ભારતમાં કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટે સ્પીડ પકડી છે. શનિવારે 4 રાજ્યો, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક અને કેરળમાં 30થી વધારે કેસ આવ્યાં છે. આજના 30 કેસમાંથી 8  મહારાષ્ટ્રના, 13 તેલંગાણાના, 5 કર્ણાટકના અને 4 કેરળના છે. આ સાથે ભારતમાં ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા 140 પર પહોંચી છે. 

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 નવા કેસ

આજે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 8 નવા કેસ નોંધાયા છે તેમાંથી 4 દર્દીઓ મુંબઈ એરપોર્ટ સર્વેલન્સના, 3 સતારાના અને 1 પુણેના છે. શનિવારે મુંબઈમાં ઓમિક્રોનના વધુ 8 કેસ નોંધાતા રાજ્યમાં કુલ ઓમિક્રોન સંક્રમિતની સંખ્યા વધીને 48 થઈ છે. 28 કેસ નેગેટિવ આરટી પીસીઆર ટેસ્ટ બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

તેલંગાણામાં ઓમિક્રોનના 13 નવા કેસ
તેલંગાણામાં ઓમિક્રોનના 13 નવા કેસ આવ્યાં છે. 

કેરળમાં 4 અને કર્ણાટકમાં 6 કેસ 

કેરળમાં આજે ઓમિક્રોનના 4 અને કર્ણાટકમાં 6 કેસ નોંધાયા છે. 

BMCએ જારી કરી નવી ગાઈડલાઈન્સ 
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને BMCએ નવી ગાઈડલાઈન્સ જારી કરી છે.  25 ડિસેમ્બર, ક્રિસમસ ડે અને નવા વર્ષની ઉજવણી માટે કેટલાક નવા નિયમ બનાવાયા છે. 
-બંધ હોલમાં કાર્યક્રમ માટે હોલની ક્ષમતાના 50 ટકા લોકોને જ ભાગ લેવાની મંજૂરી આપશે. આ ક્ષેત્રની કુલ ક્ષમતાના માત્ર ૨૫ ટકા જ ખુલ્લા સ્થળે ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.
- જો એક હજારથી વધુ લોકોને કોઈ કાર્યક્રમ માટે ભેગા થવું પડે તો તેને લોકલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની પૂર્વ મંજૂરીની જરૂર પડશે.
- તમામ હોટલો, રેસ્ટોરાં, સિનેમા હોલ, મોલ્સ અને અન્ય તમામ સરકારી અને ખાનગી સંસ્થાઓએ હાજરી અંગેના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
- તમામ નાગરિકોએ કોવિડ-19 રસીના બંને ડોઝ સાથે રસીકરણ પૂર્ણ કરવું પડશે. જે લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય ફક્ત તેમને જાહેર સ્થળોએ જવાની મંજૂરી અપાશે. 
- જાહેર સ્થળો/સંસ્થાઓમાં કામ કરતા તમામ કર્મચારીઓ તેમજ કોઈપણ કાર્યક્રમમાં હાજર તમામ કર્મચારીઓએ રસીનો બંને ડોઝ લીધો હોવો જોઈએ. જો નિયમનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સંસ્થા સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
- માસ્કનો ઉપયોગ, વારંવાર હાથ ધોવા, સામાજિક ડિસ્ટન્સિંગ, તમામ પરિસર/ઓરડાઓ/શૌચાલયોની નિયમિત સફાઈ અને સ્વચ્છતાનું પાલન કરવું પડશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Corona pandemic Omicron Covid variant corona india ઓમિક્રોન કોવિડ વેરિયન્ટ કોરોના મહામારી coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ