સાવધાન / રાજ્યભરમાં હીટવેવઃ ગરમીનો પારો 45 ડિગ્રીને વટાવે તેવી શક્યતા

Caution from Heat Wave likely to cross 45 degrees

શહેરમાં ગઇ કાલે ૪૩.૮ ડિગ્રી ગરમી પડતાં નાગરિકો તોબા પોકારી ઉઠ્યા હતા. ગઇ કાલે મે મહિનાની ગરમીનો સૌથી ગરમ દિવસ હતો. જ્યારે આજે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરાયું છે. પરંતુ અમદાવાદીઓએ આ અઠવાડિયામાં સૂર્યનારાયણના હજુ આકરા તાપને સહેવાની તૈયારી રાખવી પડશે. કેમ કે ગરમીનો પારો છેક ૪૫ ડિગ્રીને વટાવે તેવી શક્યતા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ