હેલ્થ ટિપ્સ / કેમ શરીરમાં સ્ટેમિના ઘટી જાય છે, જાણો તેની પાછળના કારણો અને કેટલાક બેસ્ટ ઉપાય

Causes and ways to increase energy levels

તમે ઘણીવાર તમારી આસપાસ એવા લોકોને જોયા હશે જેમનો સ્ટેમિના બહુ સારો હોય છે. કોઇ ફટાફટ કામ કરી શકે, દોડી શકે અને એનર્જેટિક હોય તેવી વ્યક્તિને જોઇને આપણે તરત કહીએ છીએ કે વાહ આનામાં તો ગજબનો સ્ટેમિના છે. તો ક્યારેક એવી વ્યક્તિઓ પણ આપણી આસપાસમાં જોવા મળે છે જે ઝડપથી થાકી જતી હોય.વધુ પ્રમાણમાં કામ નથી કરી શકતી. સ્ટેમિનાનો અર્થ છે તમારા શરીરની ઉર્જા અને તમારું આંતરિક બળ. સામાન્ય શબ્દોમાં કહીએ તો સ્ટેમિનાનો અર્થ છે વ્યક્તિ દ્વારા કોઇ વ્યક્તિ કોઇ કામને માનસિક કે શારીરિક રીતે લાંબા સમય સુધી ચાલુ રાખી શકે તે. ખાસ કરીને મોટાભાગના લોકો સ્ટેમિનાને શારીરિક કાર્યો કરવાની શક્તિ સમજે છે, પરંતુ અસલમાં તે માનસિક કાર્યોને લાંબા સમય સુધી ચાલુ રાખવાની ક્ષમતા સાથે પણ જોડાયેલુ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ