સાંધાના દુખાવાને એક મહિનામાં જડમૂળથી ખતમ કરે છે ફુલાવરનો રસ

By : krupamehta 11:21 AM, 07 December 2018 | Updated : 11:45 AM, 07 December 2018
આજકાલ મોટાભાગના લોકો સાંધાના દુખાવાથી પરેશાન રહે છે. જો તમે પણ એમાં સામેલ છો તો તમારા માટે ફુલાવર ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આ હાડકાના દુખાવાને દૂર કરવાની સાથે પેટની તકલીફોથી પણ રાહત અપાવે છે. તો કેવી રીતે કરશો એનું સેવન ચલો જાણીએ. 

ફુલાવર આમ તો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ સાંધા જેવા ગંભીર રોગ સામે લડવામાં ફણ સક્ષમ છે. જો ફુલાવરના રસને ગાજરના રસમાં બરાબર માત્રામાં મિક્સ કરીને પીવામાં આવે તો એક મહિનાની અંદર બીમારી જડમૂળથી ખતમ થઇ જાય છે. 

આયુર્વેદ વિજ્ઞાન અનુસાર ફુલાવર લોહીને સાફ કરવાનું પણ કામ કરે છે. એટલા માટે દરરોજ ખાલી પેટ ફુલાવરના 1/4 કપ રસમાં બીટનો રસ મિક્સ કરીને પીવો. એનાથી ડાઘ-ધબ્બા, ખીલ દૂર થઇ જશે. 

ફુલાવરમાં ફાઇબર અને ઓમગા 3 એસિડ હોય છે. જે શરીરમાં રેહલા ખરાબ કોલેસ્ટ્રોલને હટાવીને સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારવાનું કામ કરે છે. એનાથી હૃદય મજબૂત થાય છે. 

ફુલાવરને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. સાથે જ શરીરથી ગંદકીને દૂર કરે છે. એનાથી પેટના અલ્સર અને કેન્સરથી બચાવ થાય છે. 

પ્રેગનેન્સી દરમિયાન પણ ફુલાવરને સારું માનવામાં આવે છે. એનાથી ગર્ભાશયમાં બાળકનો યોગ્ય રીતે વિકાસસ થાય છે. 

ફુલાવરના પાનને પીસીને નિકાળવામાં આવેલા રસથી પેઢા પર માલિશ કરવાથી દાંતનો દુખાવો દૂર થઇ જાય છે. સાથે જ એનાથી પાયરિયા અને સડો પણ થતો નથી. 

જો કોઇના ગળામાં સોજો હોય તો એમાંપણ ફુલાવરનો પસ ખૂબ ફાયદાકારક હોય છે. એના માટે બે ચમચી ફુલાવરના રસમાં એક ચમચી આદુનો રસ અને એક ચમચી મધ મિક્સ કરીને પીવો. 

જો કોઇને કમળો થયો છે તો કાચા ફુલાવરને છીણીને એનો રસ મરીની સાથે મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. 

જે લોકોને ગેસની સમસ્યા રહે છે એમના માટે ફુલાવરના પાનનો રપસ ખૂબ ઉપયોગી છે. દરરોજ સવારે 1/4 રસમાં ચપટી હીંદ અને અજમો નાંખીને પીવાથી ગેસની સમસ્યાથી છુટકારો મળે છે. 

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  Recent Story

Popular Story