બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Caught with lover, married man threatens to end life
Hiralal
Last Updated: 09:40 PM, 25 September 2023
ADVERTISEMENT
અમદાવાદમાં એક યુવાન સાથે દીવમાં જબરો ઘાટ ઘડાયો હતો. પરણેલો યુવાન પત્નીની નજર બહાર બીજી યુવતી સાથે પ્રેમમાં પડ્યો હતો અને બન્ને ખાનગીમાં મળતા પણ હતા. યુવાને તેની પ્રેમિકાને લઈ દીવ ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો તેઓ બન્ને દીવ ગયા પણ ત્યાં જ ભૂલથી જ તેણે તેનું લફરુ પકડાવી દીધું અને પત્નીને ખબર પડી કે તેઓ પતિ લફરાબાજ છે.
શું હતો કેસ
અમદાવાદના નિકોલમાં રહેનાર પરણેલા એક યુવાનને પરસ્ત્રી સાથે સંબંધ હતો, બન્ને અવારનવાર ખાનગીમાં મળતાં અને એક દિવસ દીવ ફરવા જવાનો પ્લાન બનાવ્યો. યુવાને પત્નીને કહ્યુ કે રક્ષાબંધન હોવાથી તે સગાઓને મળવા ગામ જાય છે પરંતુ હકીકતમા તે પ્રેમિકાને લઈને દીવ ગયો અને ભૂલથી ત્યાંથી અમદાવાદમાં પત્નીને વીડિયો કોલ કર્યો. વીડિયો કોલમાં પતિ સાથે હોટલમા બેઠેલી યુવતી પત્નીને દેખાઈ હતી અને તેને આખી વાતની ખબર પડી તે કંઈ કહેવા જાય તે પહેલા લફરાબાજ પતિએ એક ઈમોશનલ કાર્ડ ખેલ્યું અને છટકી જવાનો પ્રયાસ કર્યો. લફરુ પકડાંઈ જતા પતિએ પત્નીને દીવના દરિયામાં કૂદી પડવાની ધમકી આપી.
ADVERTISEMENT
પતિની ધમકી સાંભળીને પત્નીએ શું કર્યું
ગભરાઇને તેની પત્નીએ તરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જેણે તેનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મેળવી હતી પરંતુ શખ્સે કંઈ સાચે જ આત્મહત્યાની ધમકી આપી નહોતી, પત્નીથી બચવા તેણે નાટક કર્યું હતું. દીવથી ઘેર આવીને શખ્સે પોતાના અફેરની કબૂલાત કરી હતી. બાદમાં તેની પત્નીએ તેને અન્ય મહિલા સાથે વાતચીત કરતા પકડ્યો ત્યારે પણ તેણે પોતાનો જીવ લેવાની ધમકી આપી હતી. આ ઘટના બાદ પતિ-પત્નીનું કાઉન્સિલ કરાયું હતું જે પછી આ વ્યક્તિએ તેની પ્રેમિકા સાથે સંબંધ તોડવાનું વચન આપ્યુ હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
હવામાન નિષ્ણાંત આગાહી / આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગડી સમજો! પરેશ ગોસ્વામીએ કરી ગાજવીજ સાથેની આગાહી
ADVERTISEMENT