મહેસાણાઃ બ્લુ ઓસિયનમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું, 3 થાઇલેન્ડની યુવતી સહિત 6ની ધરપકડ

By : hiren joshi 10:37 PM, 22 September 2018 | Updated : 10:37 PM, 22 September 2018
મહેસાણા: હાઈવે પર આવેલા સ્પા સેન્ટર પર પોલીસે ચોક્કસ બાતમીને આધારે દરોડા પાડીને કુટણખાનું ઝડપી પાડ્યું છે. પોલીસે બ્લુ ઓસિયન થાઈસ્પામાં દરોડા પાડ્યા હતા. જેમાં 3 યુવતીઓ સહિત 6 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. મહત્વનું છે કે, વર્ક પરમિશન પુરી થયા બાદ પણ સ્પા સેન્ટર પર કામ કરતી હતી. જેને ધ્યાનમાં રાખી પોલીસે થાઈલેન્ડની ત્રણેય યુવતીઓ સામે ગુનો નોંધ્યો છે. આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સ્પાની આડમાં ચાલતા કુટણખાનાને DySPની ટીમ દ્વારા દરોડા પાડીને ઝડપી પડાયું છે. અહીં કામ કરતી હતી થાઇલેન્ડની 3 યુવતીઓ અને સાથે 6 શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.Recent Story

Popular Story