રાજકોટ / પૌત્રએ દાદા-દાદીને અપમાનીત કરી ધક્કા મારીને કાઢ્યા ઘરની બહાર., સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાજકોટમાં ફરી એક વાર માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. પૌત્રએ દાદા-દાદીનું જાહેરમાં અપમાન કર્યું. એટલું જ નહીં તેણે દાદા-દાદીને ધક્કો મારી ઘરની બહાર કાઢી મુક્યા .આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ ગઈ છે. જેમાં જોઈ શકાય છે કે, પૌત્ર દાદા-દાદી સાથે રસ્તા પર રકઝક કરે છે. ત્યારબાદ દાદીને ધક્કો મારે છે. તો દાદાએ તેને રોકતા પૌત્ર દાદાને પણ ધક્કો મારી જમીન પર પછાડી દે છે. દાદા અને દાદી પ્રોવિઝન સ્ટોર ચલાવી પોતાનું ગુજરાત ચલાવતા હોવાનું જાણવા મળ્યું છે. જે વ્યક્તિ વૃદ્ધો સાથે અસભ્ય વર્તન કરે છે તેનુ નામ શુભમ સગપરિયા હોવાનું સામે આવ્યું છે..હાલ આ મુદ્દે રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ