બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cattle owners bully against policeman in Gandhinagar

ગાંધીનગર / VIDEO VIRAL: મહિલાએ દાતરડું લઇને બાંધેલી ગાયને છોડાવી, ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુ માલિકની દાદાગીરી

Dhruv

Last Updated: 04:26 PM, 27 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ઢોર પકડવાની તંત્રની સરાહનીય કામગીરી સામે પશુમાલિકોની ખુલ્લેઆમ દાદાગીરી જોવા મળી છે. પોલીસની નજર સામે જ મહિલાઓ પશુને છોડાવીને લઇ જાય છે.

  • ગાંધીનગરમાં પશુમાલિકોની ખુલ્લેઆમ દાદાગીરી
  • પોલીસની નજર સામે મહિલાઓ પશુને છોડાવી ગઈ
  • ગેરવતર્ણૂક કરનાર પશુમાલિક સામે કાર્યવાહી ક્યારે?

ગુજરાત હાઇકોર્ટના આકરા વલણ બાદ રાજ્યના અલગ-અલગ શહેરોમાં મનપા દ્વારા જાહેરમાં રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરાઇ રહી છે. ત્યારે રાજ્યમાં કેટલીક જગ્યાએ પશુ પકડવા જતા મનપાની ટીમે અને પોલીસે પશુપાલકોના ભોગ પણ બનવું પડે છે. ત્યારે ગાંધીનગરમાં આવી જ એક ઘટના સામે આવી છે.

ગાંધીનગરમાં ખુલ્લેઆમ પશુમાલિકોની દાદાગીરી સામે આવી છે. ઢોર પકડવાની કામગીરી દરમિયાન પશુમાલિકોની પોલીસકર્મી સાથેની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે. જેમાં પોલીસની નજર સામે જ મહિલાઓ પકડેલા પશુને છોડાવી ગઈ. એક તરફ રાજ્યની જનતાને જ્યારે રખડતા ઢોરના ત્રાસથી બચાવવા માટે તંત્ર અને પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જનતા માટે કામ કરી રહેલા પોલીસકર્મીને VTV પણ બિરદાવે છે. ત્યારે પોલીસકર્મીઓ અને તંત્ર સામે પશુમાલિકોની ખુલ્લેઆમ જોવા મળતી આ દાદાગીરીને લઇને અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.

પોલીસ સાથે ગેરવતર્ણૂક કરનાર સામે કાયદાકીય કાર્યવાહી ક્યારે?

જેમ કે, જો પોલીસ અને તંત્ર જનતાની સલામતી માટે સરાહનીય કામગીરી કરી રહ્યું છે ત્યારે પશુપાલકોની આ દાદાગીરી કેવી રીતે ચલાવી લેવાય? પોલીસ સાથે આ પ્રકારે ખુલ્લેઆમ દાદાગીરી કરનાર સામે કેમ કાર્યવાહી ન થાય? પોલીસ સાથે ગેરવતર્ણૂક કરનાર પશુમાલિક સામે કાયદાકીય કાર્યવાહી ક્યારે? રખડતા ઢોરને ઢોર પાર્ટીએ પકડ્યું તો પશુમાલિક તેને કેવી રીતે છોડાવી શકે?

સળગતા સવાલ

  • પશુમાલિકો પોલીસકર્મીઓને કામ કેમ નથી કરવા દેતા નથી?
  • પશુ નથી પકડાવા દેવું, તો છૂટું કેમ રાખો છે?
  • વાડામાં પશુ બાંધી રાખવામાં તમને શું વાંધો છે?
  • તમારા પશુને કારણે રાજ્યમાં હજુ કેટલા અકસ્માત થશે?
  • પશુ સાચવી નથી શકતા, તો રાખો છો શું કામ?
  • શું પશુને સાચવવું એ તમારી જવાબદારી નથી?
વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ

વડોદરામાં રખડતા ઢોરનો ત્રાસ હજુ યથાવત

મહત્વનું છે કે, ગુજરાત હાઇકોર્ટે રખડતા ઢોરના ત્રાસને લઇ આકરું વલણ અપનાવ્યું છે. તેમ છતાં બીજા શહેરોની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરીએ તો HCની ટકોર બાદ પણ વડોદરામાં રખડતા ઢોર યથાવત જોવા મળી રહ્યાં છે. મનપાના દાવા વચ્ચે રસ્તા પર ગાયોના મોટેમોટા ટોળાં જોવા મળ્યા. સોમા તળાવથી યમુના મીલ રોડ પર રખડતી ગાયો જોવા મળી. એક બે નહીં પરંતુ 15 ગાયોનું ઝુંડ જોવા મળ્યું. વાહન ચાલકો ગાયોના ઝુંડ વચ્ચે મુશ્કેલીથી પસાર થાય છે. ત્યારે એમ કહી શકાય કે હજુ પણ વડોદરા કોર્પોરેશનનું તંત્ર ઘોર નિદ્રામાં છે.

રાત્રિ દરમ્યાન પણ ઢોર પકડવાની કામગીરી શરૂ

સુરતના બારડોલીમાં રાત્રિ દરમ્યાન પણ તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી શરૂ

બીજી બાજુ સુરતના બારડોલી નગરપાલિકા રખડતા ઢોર મામલે એક્શનમાં આવી છે. અહીંયા ઢોર પકડવા માટે રાત્રિ દરમ્યાન પણ તંત્ર દ્વારા કામગીરી શરૂ રાખવામાં આવી છે. રાત્રિના સમયે પણ અહીં રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે. માણેકપોર ખાતે આવેલ પાંજરાપોળમાં આ પશુઓને મોકલવામાં આવ્યા છે. વહીવટી તંત્રની કામગીરીથી સ્થાનિકોને હાશકારો થયો છે.

મહેસાણાના કડીમાં બાઇક સવારને ગાયે અડફેટે લેતા યુવક ઇજાગ્રસ્ત

એ સિવાય મહેસાણાના કડીમાં એકવાર ફરી રખડતા ઢોરનો ત્રાસ જોવા મળ્યો. કડીમાં એક બાઇક સવારને ગાયે અડફેટમાં લેતા યુવકને રોડ ઉપર પછાડ્યો. જેથી બાઇકસવાર ઇજાગ્રસ્ત થતા 
ઈજાગ્રસ્ત યુવકને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જોકે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ ગઇ હતી. ત્યારે એમ કહી શકાય કે કડી વિસ્તારના લોકો હાલ ગાયોના ભયના ઓથા હેઠળ જીવી રહ્યાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news Gujarat police stray cattle in gujarat ગાંધીનગર રખડતા ઢોરનો ત્રાસ gandhinagar news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ