બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / આ અમદાવાદી દર મહિને બિલાડીઓ પર કરે છે 30 હજારનો ખર્ચ, 50 કરતા વધુ બિલાડીઓને પરિવારની જેમ સાચવે છે

બિલાડી દિવસ / આ અમદાવાદી દર મહિને બિલાડીઓ પર કરે છે 30 હજારનો ખર્ચ, 50 કરતા વધુ બિલાડીઓને પરિવારની જેમ સાચવે છે

Nidhi Panchal

Last Updated: 10:15 AM, 8 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે સુપરમેન, બેટ મેન, સ્પાઈડર મેન વગેરે વગેરે ફિક્શનલ કેરેક્ટર્સ સુપરહીરો વિશે સાંભળ્યું હશે, પરંતુ સાળંગપુરની શ્યામસુંદર પોળમાં જીવતા જાગતા સુપરહીરો વસે છે

સમયઃ સવારના 8.30 વાગ્યાનો

સ્થળઃ અમદાવાદનો સાળંગપુર વિસ્તાર

એક સાથે 10થી વધુ બિલાડીઓ ટોળામાં જઈ રહી છે. પોળની જુદી જુદી ગલીઓમાંથી બિલાડીના ટોળેટોળા આવી રહ્યા છે. એક સાથે આટલી બધી બિલાડીઓ! આ જોઈને મને થોડો ડર લાગ્યો, અને સાથે જ સવાલ પણ થયો કે એક જગ્યાએ એક સાથે આટલી બધી બિલાડીઓ કેવી રીતે? તો બિલાડીઓની પાછળ પાછળ ગઈ તો બધી જ બિલાડી એક વ્યક્તિની આસપાસ બેસીને સાવ શાંતિથી દૂધ પી રહી હતી. હવે મને જરાક વધારે આશ્ચર્ય થયું, કે ભઈ કોઈ ગાયને રોટલી આપે, કોઈ કબૂતરને ચણ આપે, એકલ દોકલ બિલાડીને દૂધ પણ પીવડાવે, પણ આ ભાઈ 50 કરતા વધુ બિલાડીઓને એક સાથે બેસીને દૂધ પીવડાવી રહ્યા છે!

1

80-100 બિલાડીઓ રોજ ઘેર આવે છે

એટલે આ ભાઈ વિશે મેં જરા આજુબાજુમાં પૂછપરછ કરી તો ખબર પડી કે આ ભાઈ તો અમદાવાદના 'કૅટ મેન' છે. હા, તમે સુપરમેન, બેટ મેન, સ્પાઈડર મેન વગેરે વગેરે ફિક્શનલ કેરેક્ટર્સ સુપરહીરો વિશે સાંભળ્યું હશે, પરંતુ સાળંગપુરની શ્યામસુંદર પોળમાં જીવતા જાગતા સુપરહીરો વસે છે, જેમનું નામ છે, નવરંગભાઈ સુખડિયા.

2

મૂળે GST વિભાગમાં નિવૃત થયેલા નવરંગ સુખડિયા છેલ્લા 10 કરતા વધુ વર્ષથી ઢગલબંધ બિલાડીઓને પાળી-પોષી રહ્યા છે. નવરંગભાઈ એક ઉત્સાહ સાથે કહે છે કે,'સવારે જેવા સાડા આઠ વાગે એટલે મારી બધી બિલાડીઓ ઘરે આવી જાય અને મારી સાથે નાસ્તો કરે છે. છેલ્લા સાત વર્ષથી આ બિલાડીઓ મારા સુખ અને દુ:ખમાં સાથે છે. મારા ઘરે અત્યારે 30 બિલાડીઓ છે અને રોજ 80થી 100 બિલાડીઓ બહારની ઘરે આવે છે. સાથે સાંજે પણ હું રસ્તા પર બિલાડીઓને કેટ ફૂડ ખવડાવા જઉં છું.'

એક બિલાડીથી શરૂ થયો હતો પરિવાર

સામાન્ય રીતે બિલાડી જો રસ્તામાં પણ આવી જાય તો આપણે તેને અશુભ માનીએ, એમાંય બિલાડી કાળી હોય તો તો મોઢામાંથી હાય હાય જ નીકળી જાય. તો મેં નવરંગભાઈને પૂછ્યું કે તમને બિલાડીઓ સાથે આટલો લગાવ કેમ છે? મોઢા પર એકદમ કરૂણાના ભાવ સાથે તેમણે કહ્યું,'બિલાડી પણ એક જીવ છે અને તેને પણ દરેક હક છે. વિદેશમાં તો ડિપ્રેશન દૂર કરવા માટે બિલાડીઓને રાખવાની સલાહ આપવામાં આવે છે. તો આપણે ત્યાં કેમ નહીં? બિલાડી બહુ પ્રેમાળ જીવ છે તેને પ્રેમ આપશો તો તે તમને બમણો કરીને પાછો આપશે. અને રહી કહેવતની વાત તો બિલાડી ઘરમાં આવે તો લક્ષ્મી આવે એવી પણ માન્યતા છે જ ને'

3

જો કે, નવરંગભાઈના આ કેટ પરિવારની શરૂઆત એક બિલાડીથી થઈ હતી. પોળના સાંકડા મકાનોમાં નવરંગભાઈ રહેતા હતા, ત્યારે તેમના ઘરે એક માદા શ્વાન રહેતી હતી, જેને નવરંગભાઈ અંતિમ ક્રિયા માટે લઈ જઈ રહ્યા હતા. એ જ સમયે એક પ્રેગ્નેન્ટ બિલાડી નવરંગભાઈના ઘરે આવીને બેસી ગઈ. નવરંગભાઈ બિલાડીને ડૉક્ટર પાસે લઈ ગયા, તેની સંભાળ રાખી અને આ બિલાડીએ 12 બચ્ચાને જન્મ આપ્યો. બસ ત્યારથી નવરંગભાઈને બિલાડીઓ પ્રત્યે લાગણી છે. નવરંગભાઈ કહે છે કે,'હું જ જાણે એમનો બાપ હોઉં, એટલા હકથી આ બધી બિલાડીઓ મારા ઘરે આવી જાય છે.'

પોતાના જ ખર્ચે રાખે છે બિલાડીઓને

આ બિલાડીઓને દૂધ પીવડાવવાનો, ખવડાવવાનો આશરે મહિનાનો ખર્ચ 30 હજાર થાય છે. તો મેં આપણા સુપરહીરો કેટમેને પૂછયું કે,'નિવૃત થયા બાદ કઇ રીતે તેમની દેખરેખ કરો છો?' તો હસ્તા મોઢે તેમણે જવાબ વાળ્યો,'જે બિલાડીઓના લીધે મારા અનેકવાર જીવ બચ્યા છે એ બિલાડીઓ માટે મારું આખું જીવન કુરબાન છે. નિવૃત થયા બાદ જે પણ પેન્શન આવે છે, તે મારી પ્રેમાળ બિલાડીઓ માટે જ છે. ભગવાનની દયાથી તેમનો ખર્ચ નીકળી જાય છે.' જો કે બિલાડીઓને નવરંગભાઇ એકલા જ રાખે છે અને કોઇ પણ એનજીઓ સાથે જોડાયલા નથી. તેમના પરિવાર પણ આમાં તેમની મદદ કરે છે.

PROMOTIONAL 9

જીવદયાનું આગવું ઉદાહરણ છે નવરંગ સુખડિયા

વધુ વાંચો : અમદાવાદના મહિલા બન્યા છે સંખ્યાબંધ મહિલાઓની આંખો, 50થી વધારે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓને પૂરી પાડે છે રોજગારી

નવરંગભાઈનું બિલાડી પ્રત્યેનું આ ડેડિકેશન જોઈને હું તો ગદગદ્ થઈ ગઈ. આખરે જ્યારે હું વાતચીત કરીને બિલાડીઓને મળીને ઉભી થઈ, ત્યારે નવરંગભાઈએ કહ્યું કે એક વાત તમારા માધ્યમથી મારે બધા લોકોને કહેવી છે. બિલાડી હોય કે બીજો કોઈ પણ અબોલ જીવ, જો તમારા આંગણે આવે છે, તો તેને ખવડાવો, તરછોડો નહીં. જો આ ન કરી શકો, તો એટલીસ્ટ એને મારશો નહીં. એ બિચારા બોલી પણ નથી શક્તા. એટલે થોડી માણસાઈ રાખજો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cat International Cat day Catman
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ