બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:00 PM, 8 August 2024
દુનિયાભરમાં દર વર્ષે 8 ઓગસ્ટે બિલાડી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની શરૂઆત 2002માં એ સમય પર થઇ હતી જ્યારે પ્રાણીઓની સંભાળ માટે સ્થાપિત આંતરરાષ્ટ્રીય સંસ્થા દ્વારા બિલાડીના સંરક્ષણની વાત કરવામાં આવી. ત્યાર બાદ આ દિવસને International Cat Day ઉજવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બિલાડીની સુરક્ષાનો છે. જો કે, આજે અમે તમને કેટલીક એવી વાત કરીશું, જે બાદ તમે બિલાડીને ઘરમાં લાવવા માટે ઉત્સાહિત થઈ જશો. આમ તો, બિલાડી ઘરમાં હોય તો ઘર ગંદુ કરશે, એને કોણ સાચવશે એ બધા સવાલો થાય. પરંતુ જો એક બિલાડી તમારા ઘરમાં હોય, તો તમને આર્થિકથી લઈને આરોગ્ય સુધી જાતભાતના ફાયદા થઈ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઘરમાં બિલાડી રાખવાથી ઘણા શારીરિક ફાયદા થાય છે. જુદા જુદા રિસર્ચ પ્રમાણે જે લોકો બિલાડીઓને પાલતુ પ્રાણી તરીકે રાખે છે, તેઓનો તણાવ ઓછો થાય છે. તેમને હૃદય રોગની શક્યતા લગભગ 30 ટકા ઘટી જાય છે, સાથે એવું પણ માનવામાં આવે છે કે ઘરમાં બિલાડી રાખવાથી સ્વાસ્થ્યની અનેક બિમારીઓ દૂર થાય છે. જેમ કે સ્ટ્રોકની, બ્લડ પ્રેશરની સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ઘરમાં બહુ મોટી સમસ્યા થઇ હોય તો બિલાડી તમારી સમસ્યાને દૂર કરી શકે છે. તેની પાછળનું કારણ બહુ રસપ્રદ છે. ફેંગશુઇ અનુસાર એવું મનવામાં આવે છે કે લકી કેટ રાખવાથી આવનારી દરેક મુશ્કેલી દૂર થઇ જાય છે. લકી કેટનો એક હાથ ઉભો હોય છે જે સતત હલતો રહે છે જેને મની કેટ પણ કહેવામાં આવે છે.
જાપાનીઝ લોકકથા મુજબ ધનના દેવતા નગરનું ભ્રમણ કરી રહ્યા હતા અને અચાનક ધોધમાર વરસાદ પડયો. અને વરસાદથી બચવા માટે તેઓ ઝાડના નીચે ઉભા રહ્યા. એ જ સમય તેમની નજર ખૂણામાં બેઠેલી બિલાડી પર પડી જે તેમને વહાલથી હાથ હલાવીને બોલાવી રહી હતી. પ્રેમથી બોલાવવા પર ધનના દેવતા બિલાડીની પાસે જતા રહ્યાં. ત્યારે જ વીજળી પડતા જેની નીચે ઉભા હતા તે ઝાડ નીચે પડી ગયું. અને આ જ રીતે અંતિમ સમયે બિલાડીના બોલાવવાના કારણે ધનના દેવતાનો જીવ બચી ગયો. એટલે ધન દેવતાએ બિલાડીના માલિકને અમીર બનવાનો આશીર્વાદ આપ્યો. અને થોડાક જ સમય બાદ એ બિલાડી મરી ગઇ. તેના પછી માલિકે બિલાડીને દફન કરી અને તેની યાદમાં માનકી નિકોની હાથ હલાવતી બિલાડીની મૂર્તિ બનાવી હતી. તેના પછી સંકટોથી બચવા માટે અને આર્થિક સમૃદ્ધિ માટે હાથ હલાવતી બિલાડીની મૂર્તિને ઘરમાં રાખવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.