જો તમે 20 હજાર રૂપિયાથી વધારેની રોકડમાં લેણદેણ કરો છો તો ઇન્કમ ટેક્સ વિભાગ તમને ભારે દંડ ફટકારી શકે છે. ઇન્કમ ટેક્સ વિભાગના સેક્શન 269SS 269T હેઠળ જો કોઇ 20 હજાર રૂપિયાથી વધારાની રોકડમાં લોન આપે છે અથવા લે છે તો એને એટલીજ અમાઉન્ટનો દંડ લાગશે. જો કે છેલ્લા કેટલાક દિવસોમાં સામાન્ય માણસ માટે આ નિયમોમાં ઢીલ આપવામાં આવી છે.
ઇન્કમ ટેક્સના નિયમોને લઇને સામાન્ય માણસને સમયાંતર પર જાગરૂર કરતા રહે છે. એ હેઠળ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે તમે ઘર ખરીદવા અથવા વેચવા દરમિયાન 20 હજારથી વધારેની રોકડમાં લેણદેણ કરી શકશો નહીં. ઇન્કમટેક્સ વિભાગે આ સંબંધમાં એક એડવાઇઝરી પણ જારી કરી છે.
જો તમે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી જારી નિયમોનું પાલન કરતા નથી તો તમારી પર કાર્યવાહી થઇ શકે છે. દોષિત ગણાતા ઇન્કમ ટેક્સ વિભાગ તમારી પસ એના માટે પેનલ્ટી વસૂલી શકે છે.
20 હજાર રૂપિયાથી વધારે રોકડ લેવા પર ઇન્કમ ટેક્સ વિભાગ ઘણા પ્રકારના નિયમ બનાવેલા છે. રોકડમાં લોન લેણદેણ એડવાન્સ આપવા ડિપોઝીટ લેણ દેણ ગેરકાયદે છે.
માની લો તમે કોઇને 50 હજાર રૂપિયા રોકડ આપી તો તમારી પર 50 હજાર રૂપિયાનો દંડ લાગશે. સેક્શન 269SS 269T હેઠળ ભારે દંડની જોગવાઇ છે.