બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / ભારત / વિજય દેવરકોંડા, રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ સહિત 25 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ, જાણો શું છે મામલો
Last Updated: 11:52 AM, 21 March 2025
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અંગે એક મોટો મામલો સામે આવ્યા છે. આ ઇન્ડસ્ટ્રીના કેટલાક સુપર સ્ટારની મુશ્કેલીઓ વધી શકે છે. તેલંગાણા પોલીસે 6 મોટા ફિલ્મ સ્ટાર અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સહિત 25 લોકો પર સકંજો કસ્યો છે. આ યાદીમાં રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા અને લક્ષ્મી માંચૂ જેવા અનેક મોટા નામોનો સમાવેશ થાય છે. રાણા દગ્ગુબાટી, પ્રકાશરાજ, વિજય દેવરકોંડા, માંચૂ લક્ષ્મી, પ્રણીતા, નિધी અગ્રવાલ અને અન્ન્યા નાગેલા સહિત અનેક ટોલીવુડ અભિનેતાઓ વિરુદ્ધ ઓનલાઇન સટ્ટેબાજી એપને પ્રમોટ કરવા માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે. લોકોને પોતાની મહેનતની કમાણી તેમાં રોકીને બમણી કરવા જેવી ભ્રામક જાહેરાત કરવા માટેના આરોપ છે. આ મામલે પોલીસે 18 અન્ય લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આરોપીઓમાં કેટલાક ટેલિવિઝન હોસ્ટ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ પણ છે.
ADVERTISEMENT
પીએમ ફણીદ્રએ કેસ કર્યો
આ મામલો મિયાપુર ખાતે રહેલા પી.એમ ફણીદ્ર સરમાની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તેલંગાણા ગેમિંગ અધિનિયમ, બીએનએસ અને આઇટી એક્ટની અલગ અલગ કમલ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.
ADVERTISEMENT
આ લોકો પર પણ કેસ
રાણા દગ્ગુબાટી, પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા ઉપરાંત પદ્માવતી, ઇમરાન ખાન, હર્ષ સાંઇ, પાંડુ, નેહા પઠાણ, વિષ્ણુપ્રિયા, ટેસ્ટી તેજા અમૃત ચૌધરી, નયની પાવની, બય્યા સન્ની યાદવ, શ્યામલા અને રિતુ ચૌધરી પર પણ કેસ દાખલ થયો છે.
વિજય દેવરકોંડાનું વર્કફ્રંટ
વર્કફ્રંટની વાત કરીએ તો દેવરકોંડા હાલ પોતાની નવી ફિલ્મ કિંગ્ડમ અંગે ચર્ચામાં છે. હાલમાં જ કિંગ્ડમનું ટિઝર સામે આવ્યું હતું. જેને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ 30 માર્ચ 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. વિજયની આ મૂવીને ગૌતમ તિન્નાનુરીએ ડાયરેક્ટ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બોક્સ ઓફિસ કલેક્શન / 'JAAT' ઇતિહાસ સર્જવાને નજીક, કલેક્શનમાં આટલા જ કરોડ બાકી, વાગશે સની પાજીનો ડંકો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.