બ્રેકિંગ ન્યુઝ
Anita Patani
Last Updated: 12:30 PM, 16 July 2021
ADVERTISEMENT
પીડિતાએ ભૂષણ પર લગાવ્યા ગંભીર આરોપ
30 વર્ષની છોકરીએ આરોપ લગાવ્યા છે કે 3 વર્ષ સુધી તેના પર ભૂષણે અત્યાચાર કર્યો છે. કામની લાલચ આપીને તેના પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે.
વીડિયો વાયરલ કરવાની ધમકી
મહિલાએ પોતાના આરોપમાં તે પણ કહ્યું છે કે ભૂષણ કુમારે તેની સાથે ત્રણ અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યુ હતુ અને તસવીરો તેમજ વીડિયો વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. મહિલાએ ભૂષણ વિરુદ્ધ DN નગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ભૂષણ માત્ર T series ના મેનેજીંગ ડિરેક્ટર જ નહી પરંતુ ઘણી મોટી ફિલ્મોના પ્રોડક્શન પણ સંભાળે છે.
ADVERTISEMENT
સુપરહીટ ફિલ્મોનું કર્યુ પ્રોડક્શન
ભૂષણ કુમાર મ્યૂઝિક કંપની ચલાવવા સિવાય ઘણી ફિલ્મો પ્રોડ્યુસ પણ કરી ચૂક્યો છે. વર્ષ 2001માં ભૂષણકુમારે ફિલ્મ તુમ બિનનું પ્રોડક્શન કર્યુ હતુ. જે બાદ તેમણે ઇન્ડસ્ટ્રીને ઘણી સુપરહીટ ફિલ્મો આપી. ભૂલ ભૂલૈયા, આશીકી 2, સનમ રે, ઓલ ઇઝ વેલ, સરબજીત, બાદશાહો, તુમ્હારી સુલુ જેવી ફિલ્મોનું પ્રોડક્શન ભૂષણ કુમારે કર્યુ છે.
પર્સનલ લાઇફ રહી છે ચર્ચામાં
ભૂષણ કુમાર ઘણીવાર પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં રહ્યાં છે. 13 ફેબ્રુઆરી 2005માં ભૂષણે ચર્ચિત અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર સાથે લગ્ન કર્યા હતા. દિવ્યા ઘણીવાર પોતાના મ્યૂઝીક વીડિયોઝને લઇને ચર્ચામાં રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.