case of the disappearance of Swami Hariharananda, The team of Vadodara Crime Branch reached Junagadh for investigation
સ્વામી ક્યાં? /
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમના જુનાગઢમાં ધામા, હરિહરાનંદ બાપુના ડ્રાઇવર અને બાઉન્સરની પૂછપરછ કરી, જાણો વિગત
Team VTV09:36 PM, 03 May 22
| Updated: 09:41 PM, 03 May 22
29 એપ્રિલે સાંજે ગોરા આશ્રમથી ગુમ થયા હતા મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી, તબિયત સારી ના હોવાથી રિપોર્ટ કઢાવવા સવારે અમદાવાદ ગયા હતા
મહામંડલેશ્વર હરિહરાનંદ સ્વામી ગાયબ
વડોદરાથી ગુમ થયા છે હરિહરાનંદ બાપુ
ભારતી આશ્રમનો વિવાદ શમી નથી રહ્યો તેવામાં હવે આશ્રમના ગાદીપતિ હરિહરાનંદ બાપુ રહસ્યમય રીતે ગાયબ થતાં પોલીસથી લઈને સમર્થકોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.બીજી તરફ હરિહરાનંદ બાપુનો વીડિયો સામે આવ્યો છે જેમાં તેમને ધમકી મળતી હોવાનો અને આશ્રમ આપી દેવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.
CCTV ફૂટેજમાં દેખાયા હરિહરાનંદ બાપુ
ભારતી આશ્રમના મહંતસ્વામી હરિહરાનંદ ભારતી બાપુ વડોદરાની કપુરાઈ ચોકડીથી રહસ્યમય રીતે ગુમ થયા છે.. તેમના ગુમ થવા પાછળ અનેક કયાસો પણ લગાવવામાં આવી રહ્યા છે. બીજી તરફ પોલીસ પણ તેમની શોધખોળમાં લાગી છે.તેવામાં વડોદરાની કપુરાઈ ચોકડી નજીક આવેલી ક્રિષ્ના હોટલ બહાર લાગેલા CCTVમાં હરિહરાનંદ બાપુ રોડની સાઈડમાં ચાલીને જતા નજરે પડયા છે.હવે પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
ક્રાઇમ બ્રાન્ચની ટીમ જુનાગઢ પહોંચી
હરિહરાનંદ ભારતી બાપુ ગુમ થવાનો મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ જૂનાગઢ ભારતી આશ્રમ પહોંચી છે જ્યાં હરિહરાનંદ બાપુના ડ્રાઇવર અને બાઉન્સરની પૂછપરછ કરવામાં આવી છે.
કેવી રીતે ગાયબ થયા હરિહરાનંદ બાપુ?
ભારતી આશ્રમના ગાદીપતી હરિહરાનંદ ભારતી બાપુ 30 એપ્રિલ 2022ના રોજ બપોરે 12 વાગે કેવડિયા આશ્રમથી અમદાવાદની એક હોસ્પિટલમાં ચેકઅપ માટે ગયા હતા..આ દરમિયાન સાંજે સાડા પાંચ વાગે તે કેવડિયા આશ્રમ પરત જવા નીકળ્યા હતા. આ દરમિયાન રાત્રે ભોજન કરવા માટે એક સેવક રાકેશ રસિક ડોડિયાના ઘરે ગયા હતા. જ્યાંથી શિષ્ય કાળુ ભારતી પાસે જવાનું કહેતા રાકેશભાઈએ હરિહરાનંદ બાપુને કપુરાઈ ચોકડી પાસે ઉતાર્યા હતા. જોકે 1 મેએ સવારે 10 વાગ્યા સુધી કેવડિયા આશ્રમે સ્વામી ન પહોંચતા બાપુની શોધખોળ શરૂ થઈ હતી. જેમાં જૂનાગઢ, કેવડિયા અને અન્ય આશ્રમોમાંથી બાપુની ભાળ ન મળતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે..
માહિતી આપનાર માટે ઈનામ જાહેર
વડોદરા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથધરી છે. ગુમ થનાર હરિહરાનંદની માહિતી આપનારને ઈનામની જાહેરાત પણ કરવામા આવી છે. પોલીસ હવે જનતાની પણ પૂછરપરછ કરશે કારણ કે બે દિવસથી હરિહરાનંદની તપાસ છતા કોઈ માહિતી હજુ સુધી સામે આવી નથી.
કંટાળીને આશ્રમ છોડયો વીડિયોમાં હરિહરાનંદ બાપુનો દાવો
આ ઘટનાક્રમ વચ્ચે બાપુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો..જેમાં તેમને આક્ષેપ કર્યો મારા ગુરુ ભારતી બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી સરખેજ આશ્રમમાં વિવાદ ચાલી રહ્યો છે. મારી પાસેથી આશ્રમ લેવા માટે નકલી વિલ બનાવીને દબાણ કરવામાં આવી રહ્યું છે.
હરિહરાનંદ બાપુને ધાક ધમકી મળતી હતી
હરિહરાનંદજીનો આક્ષેપ સાથેનો વીડિયો વાયરલ થયા બાદ ભારતી આશ્રમના મહામંડલેશ્વર <ષિ ભારતી બાપુ મીડિયા સમક્ષ આવ્યા હતા. તેમને જણાવ્યું કે વિવાદ હોય તો સામે આવીને વાત કરવી જોઈએ. સંતો કોઈ દિવસ સંપત્તિ માટે લડતા નથી. વિવાદ શું છે તેની જાણ કરે તો જ ખુલાસો થઈ શકે છે..તો બીજી તરફ હરિહરાનંદ બાપુના ગુરુભાઈ અખંડાનંદ ભારતી બાપુએ આક્ષેપ કર્યો છે કે હરિહરાનંદ બાપુને ધાક ધમકી મળતી હતી અને આ કારણોસર પરેશાન થઈને તેમને આ પગલું ભર્યું છે..વિવાદ જે હોય એ પણ હાલ તો હરિહરાનંદ બાપુને શોધવા માટે સમર્થકો અને પોલીસ પણ કામે લાગી છે. જોકે બાપુની ભાળ મળ્યા બાદ જ જાણ થઈ શકશે કે આખરે બાપુ ગયા ક્યાં હતા.