વડોદરાના ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં માતા-દીકરીના શંકાસ્પદ મૃત્યુને લઇ મોટો ખુલાસો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા શંકાસ્પદ હાલતમાં મહિલા અને તેની દીકરીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં તબીબોએ તેમને મૃતજાહેર કર્યો હતા, જો કે મોતનું કારણ જાણવા મળ્યું ન હતું જે બાદ મેડિકલ તપાસમાં બંનેના મોત ઝેરી દવાના કારણે થયા હોવાનું સામે આવ્યું હતું, પરતું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં બંનેને ઝેરી દવા આપી દેવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો છે,
પતિએ માતા-પુત્રીની હત્યા કરી હોવાનુ આવ્યુ સામે
પોલીસે શંકાસ્પદ પતિની પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી છે, જેમાં પતિએ જ પત્ની અને દીકરીની હત્યા કર્યાનો ખુલાસો થયો છે. માતા અને દીકરીના શંકાસ્પદ મોત અંગે પોલીસે તપાસ કરતા તપાસની કાર્યવાહી હાથ ધરી હતી, મેડિકલ તપાસમાં પત્ની અને દીકરીને ઝેરી દવા આપી મોતને ઘાટ ઉતારી હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે પતિ તેજસ પટેલ જ પત્ની અને 6 વર્ષની દીકરીની હત્યા કરી છે તેને મોત ઘાટ ઉતારી હતી, પતિએ પત્નીને ઝેર આપ્યા બાદ ગળું દબાવી કરીને હત્યા કર્યોનું સામે આવ્યું છે.
શું હતો સમગ્ર મામલો
તેજસે પત્નીને ઝેર આપી અને ગળું દબાવી હત્યા કરી હોવાનું ખુલતા જ પોલીસે હત્યારા તેજસની ધરપકડ કરી છે. ન્યૂ સમા રોડની ચંદનપાર્ક સોસાયટીમાં રહેતાં 36 વર્ષીય શોભનાબેન તેજસભાઇ પટેલ અને તેમની 6 વર્ષની પુત્રી કાવ્યા પટેલ નવરાત્રિમાં ગરબા રમીને રવિવારે રાત્રે 12 વાગ્યે ઘરે આવ્યાં હતા જે બાદ બાદ બંનેની તબિયત બગડતાં પતિ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો, જ્યાં તબીબે બંનેને મૃત જાહેર કર્યાં હતા, માતા-પુત્રીનાં શંકાસ્પદ મોતને પગલે સમા પોલીસ દોડી ગઇ હતી અને તપાસ શરૂ કરી બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી અપાયા હતા પતિનું કરતૂત સામે આવી હતી હાલ તો પતિની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.