Case of offering Namaz in MS University serious, suspicion of deliberate act: Hipower Inquiry Committee
વડોદરા /
MS યુનિવર્સિટીમાં નમાઝ પઢવાનો મામલો ગંભીર, ઇરાદા પૂર્વક આ કૃત્ય કરવામાં આવતું હોય તેવી શંકા: હાઈપાવર તપાસ કમિટી
Team VTV08:05 PM, 17 Jan 23
| Updated: 08:07 PM, 17 Jan 23
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાના મામલાને લઈને નિવેદન આપનાર વિદ્યાર્થીને ધમકી મળી છે. ત્યારે મીડિયામાં નિવેદન આપનાર વિદ્યાર્થી કુલદીપ જોશીને ફોન પર ધમકી મળી હતી.
વડોદરાની MS યુનિવર્સિટીમાં નમાઝ પઢન મામલે નિવેદન આપનારા વિદ્યાર્થીને મળી ધમકી
વડોદરાની સાયન્સ ફેકલ્ટીમાં નમાઝ વિવાદનો મામલો
હાઈ પાવર તપાસ કમિટી ના અધ્યક્ષ મયંક પટેલ નું નિવેદન.
ધમકી મળતા વિદ્યાર્થીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં નમાઝ પઢવાના મામલાને લઈને નિવેદન આપનાર વિદ્યાર્થીને ધમકી મળી છે. ત્યારે મીડિયામાં નિવેદન આપનાર વિદ્યાર્થી કુલદીપ જોશીને ફોન પર ધમકી મળી હતી. કુલદીપ જોશીને અજાણ્યા ફોન નંબરથી વિદ્યાર્થીને ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ વિદ્યાર્થીએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસે વિદ્યાર્થીની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી હતી.
વડોદરાની સાયન્સ ફેકલ્ટીમાં નમાઝ વિવાદનો મામલો
વડોદરા યુનિવર્સિટમાં નમાઝ પઢવાના મુદ્દે મામલો ગરમાયો છે. ત્યારે વડોદરાની સાયન્ય ફેકલ્ટીમાં નમાઝ મામલે વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. જેને લઈને યુનિવર્સિટી દ્વારા હાઈ પાવર તપાસ કમિટીની બેઠક મળી હતી. જેની બેઠક યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે મળી હતી. યુનિવર્સિટીએ નમાઝ, મહિલા પ્રોફેસરને બિભત્સ ચિત્રો બતાવવા, છેડતી વગેરે મામલે 9 સભ્યોની તપાસ સમિતી બનાવી છે. સાયન્સ ફેકલ્ટીમાં નમાઝ વિવાદ મામલે ડીનને કમિટીએ બોલાવ્યા હતા. ત્યારે સિન્ડીકેટ મેમ્બર મયંક પટેલ, ચિરાગ શાહ, હિમાંશું પટેલ, દિનેશ યાદવ, દિલીપ કટારીયા, હસમુખ વાઘેલા, હેમલ મહેતા તેમજ સેનેટ સભ્ય અવધૂત સુમંત અને જોઈન્ટ રજીસ્ટ્રાર મયંક વ્યાસનો પણ કમિટીમાં સમાવેશ થાય છે.
હાઈ પાવર તપાસ કમિટી ના અધ્યક્ષ મયંક પટેલ નું નિવેદન
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં નમાઝ પઢવા મામલે હાઈ પાવર તપાસ કમિટીના અધ્યક્ષ મયંક પટેલે કહ્યું કે યુનિવર્સિટીમાં નમાઝ પઢવાના મામલો ગંભીર છે. સંસ્કૃત મહાવિદ્યાલય પાસે નમાઝ પઢનારની ઓળખ થઈ ચે. ત્યારે સાયન્સ ફેકલ્ટીમાં ઘટના બની છે. તેની તપાસ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સિન્ડિકેટ અને યુનિવર્સિટી કમિટીને રીપોર્ટ સોંપીશું. ઈરાદા પૂર્વક આ કૃત્ય કરવામાં આવતું હોય તેવી શંકા છે. યુનિવર્સિટીની સિક્યુરિટીમાં પણ સુધારા કરવાની જરૂર પડશે તે ભલામણ કરીશું અને પોલીસ કમિશ્નરને પણ જાણ કરવામાં આવશે.
યુનિવર્સિટીના સત્તાધિશોએ પરિપત્ર જાહેર કર્યો
વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં યુવતી નમાઝ પઢતી હોય તેવો વીડિયો વાયરલ થતાં સત્તાધીશો હરકતમાં આવ્યા છે. આ અંગે સાયન્સ ફેકલ્ટીના ડીને એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં કોઈ કોઈપણ જાતની ધાર્મિક પર પ્રવૃતિ પર પ્રતિબંધ ફરવાવવામાં આવ્યો છે. આ પરિપત્રનું ઉલ્લંઘન કરવનારા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.