બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Carelessness school principal teachers ahmedabad Amraivadi

બેદરકારી / સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ માનવતા દાખવી હોત તો એ રમતો હોત

vtvAdmin

Last Updated: 08:08 PM, 2 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની આરોગ્ય સેવાનો વ્યાપ હશે પ્રાથમિકશાળાઓ સુધી પહોંચ્યો છે. શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ  દ્વારા બાળકોને તમામપ્રકારની શારીરિક સમસ્યાથી મુક્ત કરવા અભિયાન હાથ ધરાય છે. સકારના આ પ્રયાસ છતાં કોઈ શાળાના આચાર્ય અને શિક્ષકો કેટલી બેદરકારીથી વર્તે છે તેનો નમૂનો સામે આવ્યો છે. એક ફૂલ જેવું બાળક દર્દથી પીડાના કારણે સ્કૂલે ન ગયું તો તેનું નામ કમી કરી નાખવામાં આવ્યું અને તેના કારણે તેને આગળ કેટલું સહન કરવું પડયું તે જાણવા જુઓ આ રિપોર્ટ.

ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલના બિછાને રહેલા સત્યમ નામના આ બાળકને આમતો ઘણુ રમવું હતું અને ખૂબ ભણવું હતું. પરંતુ થોડી તેની બાલ સહજ ભૂલ અને તેથીય વધારે  શાળાના તંત્રની બેદરકારીના કારણે તેને હંમેશ માટે પોતાનો જમણો પગ કપાવવો પડયો છે. હવે તે કદાચ અન્ય બાળકોની જેમ કૂદી નહી શકે અને હમણાં તેને ભણવામાં ધ્યાન પણ નહીં લાગે. 

બસ અત્યારે તો તેને માત્ર  હોસ્પિટલની દવા અને તેની માતાની હૂંફ જ જીવવા માટે પ્રોત્સાહીત કરી રહ્યા છે. તેમને સવાલ થશે કે એક બાળકને પગ કપાવવા સુધીની નોબત આવે તેમાં શાળાતંત્રની કઈ બેદરકારી કારણભૂત હોઈ શકે? પરંતુ  હા એમાં શાળાના વહીવટી તંત્રની બેદરકારી ઘણી કારણભૂત છે. હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા અને પોતાનું એક અંગ ગુમાવી ચૂકેલા આ સત્યમની ઉંમર 12 વર્ષની છે. 

તે જ્યારે 2016માં અમરાઈવાડીની મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો ત્યારે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દરમિયાન તેને પગમાં કેન્સરની ગાંઠ હોવાનું નિદાન થયું હતું. જો કે  તે પછી 2017માં તેની સારવાર કરીને કેન્સરની ગાંઠ દૂર કરી દેવામાં આવી પરંતુ તે પછી કેન્સરની સારવાર ચાલુ રહી અને તે સ્કૂલે જઈ ન શક્યો અને આ તરફ સ્કૂલના આચાર્ય અને શિક્ષકોએ કશી માનવતા દાખવ્યા વગર કે બાળકની મુલાકાત લીધા વગર વર્ષ- 2018માં તેનું નામ કમી કરી નાખ્યું. તેના  કારણે એ થયું કે આ બાળકના શાળા આરોગ્ય તપાસણીનો રિપોર્ટ રિન્યૂ થઈ શક્યો નહીં અને પરિણામે તેની કેન્સરની સારવાર અટકી ગઈ અને પગમાં કેન્સરનું દર્દ ફરીવાર વકરતું ગયું અને અંતે  સત્યમનો પગ કાપવો પડયો. શાળાતંત્રએ કેવી દાખવી ઉપેક્ષા સાંભળો બાળકની માતાના મુખે.

સત્યમની બિમારીને લઈ મ્યુનિસિપલ સ્કૂલના અગાઉના શિક્ષક રાકેશ ગોસ્વામી ખૂબ ચિંતિત હતા. તેમણે આ બાબતે ગંભીરતા દાખવી શાળાના આચાર્ય અને સુપરવાઈઝરને જાણ કરી. પરંતુ રાકેશ ગોસ્વામીની અન્ય શાળામાં બદલી થઈ ગઈ હોઈ તેઓની વાત કોઈએ સાંભળી નહિ. આખરે સત્યમને કેન્સરની સારવાર લેવામાં ખૂબ મોડું થઈ ગયું અને કેન્સર ફરી વાર વકરી ગયું જેણે એક કુમળા ફૂલ જેવા બાળકના પગનો ભોગ લઈ લીધો.  

ઉલ્લેખનીય છે કે, શાળાના શિક્ષકો અને શાળામાં ભણતા બાળકોના આરોગ્યની જેટલી જવાબદારી તેમના વાલીઓની છે તેથીયે વધારે જવાબદારી શાળાના તંત્રની છે અને એટલે જ સરકારે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ દ્વારા આવા બાળકોની ચિંતા પોતાને શિરે લીધી છે. આ સંજોગોમાં બાળક કદાચ શાળા છોડી દે તો પણ તને સારવારથી વંચિત કરી શકાતો નથી. 

બીમારીના કારણે શાળાએ ન  આવી શકતા બાળકોને તાકીદે સારવાર મળે તે જોવાની જવાબદારી આરોગ્ય  અને શાળાતંત્ર બન્નેની છે. શાળાએ કોઈપણ પ્રકારના વહીવટી કારણો બાળકોની સારવાર આડે લાવવા જોઈએ નહીં જે માટેના અનેક નિયમો પણ છે. સાંભળો કેવા છે આ નિયમો અને કેટલી બે જવાબદારીથી વર્તયા્ છે શિક્ષકો.

એવા અનેક  કિસ્સા બહાર આવે છે કે કોઈ શાળા માંથી કેટલાક શિક્ષક વગર રજાએ પરદેશ ફરવા જતા રહ્યા હોય અને શાળાના આચાર્ય તેના હાજર દર્શાવી તેને છાવરી રહયા્ હોય. તેવા કિસ્સા વચ્ચે શાળાએ આવી ન શકવા લાચાર બાળકનું એક ઝાટકે નામ કમી કરી નાખવાની ક્રૂરતા અનેક સવાલો ઉભા કરે છે. કાશ શિક્ષકોએ માનવતા દાખવીને બાળકનું એડમિશન ચાલુ રાખ્યું હોત તો આજે એ બાળકનો પગ કપાવવાની નોબત ન આવત. 

સંકળાયેલા મુદ્દાઓ

Amraivadi Teachers ahmedabad carelessness principal school student Carelessness
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ