Rajkot / પોતાનાં બાળકને લઈ સવારથી ડોક્ટર રાહ જોઈ રહેલી મહિલાને નર્સનાં ઉડાઉ જવાબ |

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ડૉક્ટરની બેદરકારી સામે આવી છે. બાળકોની હોસ્પિટલમાં ડૉક્ટર ફરજ પર ન હોવાના કારણે દર્દીઓને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. હોસ્પિટલમાં 24 કલાક ડોકટર ફરજીયાત હોવા છતા ડૉક્ટર હાજર મળતા નથી. ડોક્ટર હાજર ન હોવાના કારણે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આજે એક મહિલા પોતાના બાળકને સારવાર કરાવવા માટે વહેલી સવારે 5 વાગ્યાથી બેઠી હતી. જોકે ડૉક્ટર ન હોવાના કારણે બાળકને સારવાર મળી ન હતી. આ દરમિયાન નર્સ સ્ટાફ દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યો હતો. ડૉક્ટરનો આવવાનો સમય નક્કી ન હોવાનું નર્સ દ્વારા જણાવવામાં આવ્યુ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ