બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / Car tips things to remember while driving car on highways

Car Tips / હાઈવે પર કાર ચલાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ 4 વાતો, નહીં તો થઈ શકે છે મોટી દુર્ઘટના

Arohi

Last Updated: 03:48 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Car Tips: કાર ડ્રાઈવ કરવી એક જવાબદારી વાળી કામ છે કારણ કે જ્યારે તમે કાર રસ્તા પર લઈ જાઓ છો તો તમારાથી થયેલી નાનકડી ભુલ તમારો અને બીજાનો જીવ જોખમમાં મુકી શકે છે.

  • કાર ચલાવતી વખતે ભુલથી પણ ન કરો આ ભુલો 
  • જોખમમાં આવી શકે છે તમારો જીવ 
  • જાણો આવી જ નાની-મોટી કાર ટીપ્સ વિશે 

કાર ડ્રાઈવ કરવી એક જવાબદારી ભરેલું કામ છે કારણ કે જેવું તમે કાર લઈને રસ્તા પર નિકળો છો તો તમારાથી થયેલી નાની ભુલ પણ તમારો અને બીજાનો જીવ ખતરામાં મુકી શકે છે. એવામાં ખૂબ સાવધાનીથી કાર ડ્રાઈવ કરવી જોઈએ. 

ખાસ કરીને જ્યારે તમે હાઈવે પર ડ્રાઈવ કરી રહ્યા હોય તો તમારે વધારે સાવધાની રાખવાની જરૂર હોય છે. હકીકતે ત્યાં તમે વધારે સ્પીડ પર હોવ છો અને ફાસ્ટ સ્પીડ પર જો કોઈ ઘટના થાય છે તો તેની અસર પણ વધારે થાય છે. તો આવો તમને હાઈવે પર ધ્યાનમાં રાખવા જેવી ચાર બાબતો વિશે જણાવીએ. 

લેનમાં રહો 
હાઈવે પર ઘણી લેન હોય છે. તમારી સ્પીડના હિસાબથી લેન પસંદ કરો અને તેના પર જ ડ્પાઈવ કરતા રહો જ્યાં સુધી કે તમને લેન બદલવાની જરૂર ન લાગે. જો તમે ધીરે ચાલી રહ્યા છો તો ડાબી બાજુ લેન પર બની રહો.   

જમણી લેન સૌથી ફાસ્ટ લેન હોય છે અને તેનો ઉપયોગ વાહનોને ઓવરટેક કરવા માટે કરવામાં આવે છે. લેન બદલતી વખતે ટર્ન ઈન્ડિકેટરનો ઉપયોગ જરૂર કરો. 

સ્પીડ લિમિટ 
દરેક હાઈવે પર ટોપ સ્પીડ લિમિટ હોય છે. જ્યારે પણ તમે કોઈ હાઈવે પર ડ્રાઈવ કરો છો તો ધ્યાન રાખો કે તેના પર નક્કી કરવામાં આવેલી ટોપ સ્પીડ લિમિટથી વધારે સ્પીડ પર કાર ન ચલાવો. 

આ જીવલેણ સાબિત થઈ શકે છે. તમારા એકલા માટે નહીં પરંતુ આ અન્ય માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. જો રાતમાં ડ્રાઈવ કરી રહ્યા છો અથવા રસ્તો ભુનો છે તો સ્પીડને થોડી ઓછી કરો. 

અન્ય વાહનોથી રહો દૂર 
હાઈવે પર કાર ડ્રાઈવ કરતી વખતે તમારે આ વાતનું ધ્યાન રાખવું પડશે કે તમારા અને તમારા આગળ ચાલતા વાહનોની વચ્ચે કેટલી દૂરી છે કારણ કે જો દૂરી ઓછી થઈ અને આગળ વાળા વાહન અચાનકથી રોકાઈ ગયા તો તમારે ઈમરજન્સી બ્રેકિંગ કરવી પડશે. એવામાં તમારે વાહન એટલી દૂર રાખવું પડશે કે તે આરામથી આગળ વાળા વાહનમાં અથડાયા વગર રોકાઈ શકે. 

ઓવર ટેકિંગ
ક્યારેય પણ હાઈવે પર બેદરકાર થઈને ઓવરટેકિંગ ન કરો. ઓવરટેક કરવા માટે યોગ્ય સમયની રાહ જુઓ અને જ્યારે તમે ઓવરટેક કરવા માટે લેન બદલી રહ્યો હોય તો ઈન્ડિકેટરનો ઉપયોગ કરો. 

તેની સાથે જ એ પણ ધ્યાન રાખો કે તમારી પાછળ આવતા વાહન તમારા વધારે નજીક ન હોય જેથી તમે આરામથી ઓવરટેક કરી શકો. ઓવરટેક માટે ડાબી લેન સૌથી સેફ હોય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Car tips driving highways Car Tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ