આવનાર સમયમાં વાહનો પર લાગતો GST ઓછો થવાની સંભાવના છે.
GST નિયમોમાં ફેરફારની સંભાવના
વાહનો પર લાગતો GST ઘટી શકે
કાર ખરીદવી સસ્તી થશે
જો તમે પણ નવી કાર ખરીદવા માંગો છો તો તમારા માટે એક ખુશખબર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સરકાર વાહનોના વેચાણ પર લાગેલા ટેક્સને ઓછો કરી શકે છે. તેના કારણે તમારા માટે કાર ખરીદવું સસ્તુ બની શકે છે. વાહનો પર લાગતો GST ઓછો થવાની સંભાવના છે. જેવા કારણે કારના વેચાણમાં વધારો થઈ શકે છે.
આવનાર સમયમાં ભારત દુનિયાનું સૌથી મોટુ ઓટોમોબાઈલ માર્કેટ બનવાનું છે. તેમ છતાં ભારતમાં પ્રતિ 100 વ્યક્તિ પર વાહનોની સંખ્યા પશ્ચિમી દેશોના મુકાબલે ઓછી છે. આર્થિક અસમાનતાના કારણે ભારતમાં ઓછા લોકો વાહન ખરીદે છે. યુરોપીય દેશોના મુકાબલે ભારતમાં માથદીઠ આવક ખૂબ ઓછી છે. જેના કારણે લોકો આધારભૂત વસ્તુઓ પર વધારે ધ્યાન આપી રહ્યા છે ન કે વાહન ખરીદવા પર.
વાહન ખરીદવામાં આવતી સૌથી મોટી સમસ્યા
ભારતમાં લોકો દ્વારા વાહન ન ખરીદવાનું સૌથી મોટુ કારણ એ છે તેનું મોંઘુ હોવું અને મોંઘવારીનું સૌથી મોટુ કારણ છે કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતા વસ્તુ અને સેવાઓ પરનો ટેક્સ (GST). તમને જણાવી દઈએ કે હાલ કેન્દ્ર સરકાર વાહનો પર 28 ટકા સુધી જીએસટી લગાવે છે. સાથે જ ઘણા રાજ્ય પણ અલગથી ટેક્સ વસુલે છે. જેના કારણે સામાન્ય માણસની પાસે આવતા આવતા કારની કિંમત ખૂબ વધી જાય છે.
વાહનો પર લાગતો GST હોઈ શકે છે મુશ્કેલી
તરૂણ બજાજે હાલમાં જ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરના એક સેમિનારમાં આ વાતની પુષ્ટિ કરી છે કે સરકાર કાર, ગાડી, ટ્રક વગેરે વાહનો પર લાગતા ટેક્સને ઓછો કરી શકે છે. તરૂણ બજાજે આગળ જણાવ્યું કે વધતા જીએસટીના કારમે કંપની ખર્ચમાં વધારો થાય છે. જેના કારણે કારની કિંમત સામાન્ય માણસ માટે વધી જાય છે. તમને જણાવી દઈએ કે હજુ પણ વેચાણ અને નિર્માણની મામલામાં ચીન દુનિયાનું સૌથી મોટુ ઓટોમોબાઈ માર્કેટ છે.