બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:25 PM, 12 February 2025
એવું કહેવાય છે કે 'દેશી જુગાડ'ના મામલામાં ભારતીયો અજોડ છે પરંતુ એવું લાગે છે કે આપણો પડોશી દેશ પાકિસ્તાન પણ આ મામલે ઓછો નથી. આવા જ એક વીડિયોએ ઇન્ટરનેટ પર ધ્યાન ખેંચ્યું છે. જેમાં એક પાકિસ્તાની વ્યક્તિની સર્જનાત્મકતા જોઈને લોકો દંગ રહી ગયા છે. આ વ્યક્તિએ એવું વાહન બનાવ્યું છે જે પાછળથી કાર જેવું લાગે છે પણ આગળથી તે કઈંક અલગ જ છે. આ પાકિસ્તાની વ્યક્તિએ તેના અદ્ભુત જુગાડથી સોશિયલ મીડિયા પર ઘણા ફેન્સ બનાવ્યા છે ત્યારે તમે પણ જોઈ લો પાકિસ્તાની દેશી જુગાડનો આ રસપ્રદ વીડિયો.
ADVERTISEMENT
ADVERTISEMENT
પાછળથી કાર આગળથી બાઇક
આ અનોખા વાહનનો વીડિયો પાછળ બેઠેલી કારમાં બેઠેલી એક વ્યક્તિએ રેકોર્ડ કર્યો છે. લાલ કારનો આગળનો ભાગ જોતાં જ તે ચોંકી જાય છે. કારણ કે પાછળથી દેખાતી કાર આગળથી બાઇકના અડધા ભાગ સાથે જોડાયેલી હતી. અને આ બાઇકને એક વ્યક્તિ મસ્તીથી ચલાવી રહ્યો હતો.
વધુ વાંચો: Insta પર ફરી મોનાલિસાએ શેર કરી બોલ્ડ તસવીરો, Photos જોઇ ભલભલા પાણી-પાણી થઇ જાય!
સોશિયલ મીડિયા પર ફની કમેન્ટ્સ
ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @carsofpakistan_cop પરથી વીડિયો શેર કરતા યુઝરે તેને કેપ્શન આપ્યું "પાકિસ્તાની જુગાડ. કેવું લાગી રહ્યું છે?" કેટલાક યુઝર્સને નવીન 3 વ્હીલ ઓટો લાગી, તો કેટલાક લોકો પાકિસ્તાનને જુગાડીસ્તાન કહી રહ્યા છે. આ ક્લિપ અત્યાર સુધીમાં 3 મિલિયનથી વધુ વખત જોવાઈ છે અને લોકો તેના પર ફની કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્પણી કરી" જે કહેવું હોય તે કહો પણ દેશી જુગાડની વાત આવે ત્યારે આ પાકિસ્તાનીઓ પણ ઓછા નથી."બીજા યુઝરે કહ્યું "પાકિસ્તાનમાં આપનું સ્વાગત છે. " એક યુઝરે લખ્યું " આ વ્યક્તિએ સર્જનાત્મકતાને આગલા સ્તર પર લઈ ગઈ છે."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.