બ્રેકિંગ ન્યુઝ
VTV / car maintenance tips Engine and battery
Arohi
Last Updated: 01:41 PM, 19 July 2021
ADVERTISEMENT
જો તમે ઈચ્છો છો કે તમારી કાર કોઈ મોટો ખર્ચ ન માંગે, સારી એવરેજ આપે અને સ્મૂથલી ચાલતી રહે તો તેના માટે તમારે કાર પર થોડુ ધ્યાન આપવાની જરૂર છે. આવો જોઈએ તેવી જ અમુક ટિપ્સ વિશે.
ટાઈમ પર કરાવો ગાડીની સર્વિસ
તમારે પોતાની કારની સર્વિસ સમય સમય પર કરાવવી જોઈએ અને સમય સમય પર તેની સાફ સફાઈ અને વોસિંગ પણ કરાવવી જોઈએ. દરરોજે સાફ સફાઈ અને વોસિંગથી કારની લાઈફ લોંગ બને છે. અચાનક થતા બ્રેક ડાઉનનો સામનો નથી કરવો પડતો. વોસિંગ માટે કાર વોશિંગ સોપનો ઉપયોગ કરો. લિક્વિડ ડિટરજન્ટ અથવા ડિશ ક્લીનરનો યુઝ ન કરો.
ADVERTISEMENT
એન્જિન ઓઈલને લઈને રાખો ધ્યાન
કારના એન્જિનને સ્વસ્થ્ય રાખવા માટે તમાકે એન્જિન ઓઈલ ચેક કરાવવું જોઈએ અને ટાઈમ પર એન્જિનને ઓઈલ બદલતા રહેવું જોઈએ. ગરમીઓમાં ખાર કરીને આ વાતનું ધ્યાન રાખો. ઓઈલને ચેક કરો અને તેને ચેન્જ કરતા રહો.
બેટરીની લોંગ લાઈફ માટે આ વાતનું રાખો ધ્યાન
બેટરી ચેકઅપ અને બેટરીની દેખરેખ ખૂબ જરૂરી છે. મોટાભાગે કારની બેટરી મેન્ટેન્સ ફ્રી હોય છે. એવામાં તમારે દર વખતે ઈલેક્ટ્રોલાઈટનું લેવલ ચેક કરવું જરૂરી છે. જો તમારી બેટરી આ પ્રકારની નથી તો નિયમિત ઈલેક્ટ્રોલાઈટનું લેવલ ચેક કરો. પાણી ઘટી ન જવું જોઈએ નહીં તો બેટકી સુકાવા લાગે છે. પાણી ઓછું છે તો તેમાં ડિસ્ટલ્ડ વોટર નાખો. સામાન્ય ટાંકીનું પાણી નાખવાની ભૂલ ન કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.