બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 10:16 AM, 30 October 2022
ADVERTISEMENT
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં બે કાર બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા છે. આ ઘટના શિક્ષણ મંત્રાલયની બહાર બની હતી.
સોમાલિયાના પ્રમુખ હસન શેખે એક નિવેદનમાં ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે 300 લોકો ઘાયલ થયા છે. સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં 29 ઑક્ટોબર શનિવારના રોજ બે કાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, જેમાં 30 લોકોના મોતના અહેવાલ આવ્યા હતા જ્યારે હવે મૃતકોની સંખ્યા વધીને 100 થઈ ગઈ છે. જો કે આ હુમલાની અત્યાર સુધી કોઈ આતંકવાદી સંગઠને જવાબદારી લીધી નથી. સોમાલિયાના રાષ્ટ્રપતિ હસન શેખ મહમૂદે આ હુમલાને કાયરતાપૂર્ણ હુમલો ગણાવ્યો હતો.
ADVERTISEMENT
Authorities confirm at least 100 dead and more than 300 injured after the explosion of two car bombs in the Ministry of Education in Somalia#Breaking #Somalia #Mogadishu #Terrorism #Blast pic.twitter.com/p8Tx0wGvvo
— VineetSharma (@vineetsharma94) October 30, 2022
Twin explosions rocked Somalia's capital Mogadishu killing at least 30 people. Take a look at the fallout:pic.twitter.com/RsJIOoKXIQ
— Steve Hanke (@steve_hanke) October 30, 2022
સોમાલિયાના રાષ્ટ્રપતિ હસન શેખ મહમૂદે આ હુમલા માટે આતંકવાદી સંગઠન અલ-શબાબને જવાબદાર ઠેરવ્યા છે. જણાવી દઈએ કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે દેશના રાષ્ટ્રપતિ આતંકવાદનો સામનો કરવા માટે કડક પગલાં લેવા માટે બેઠક કરી રહ્યા છે.
📷: Rescue workers survey the scene where two car bombs exploded in Mogadishu, Somalia, Oct. 29, 2022. pic.twitter.com/qnOv9XfW71
— Voice of America (@VOANews) October 29, 2022
એક રિપોર્ટ અનુસાર પોલીસ પ્રવક્તા સાદિક ડોદિશેએ જણાવ્યું કે બે કારમાં બોમ્બ વિસ્ફોટ થયા હતા અને એસોસિએટેડ પ્રેસના પત્રકારોના ઘટનાસ્થળેથી અનેક મૃતદેહો મળ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT