Captain revealed Virat Kohli most important trait that ms dhoni has as a cricketer
ક્રિકેટ /
વિરાટ કોહલીનો ધોની વિશે ખુલાસો, કહ્યું- ક્રિકેટર તરીકે ધોનીમાં છે આ ખાસિયત
Team VTV01:31 PM, 15 May 19
| Updated: 03:41 PM, 15 May 19
પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની ભારતીય ક્રિકેટ ટીમમાં શું મહત્વ છે તેના વિશે સૌ કોઇ જાણે છે. ધોની ન માત્ર બેસ્ટમેન છે પરંતુ વિકેટકિપર તરીકે પણ ટીમનો મહત્વપૂર્ણ હિસ્સો છે. ધોનીની સલાહ કોઇપણ સમયે મેચનું પાસું પલટી નાંખે છે.
ધોની એ વ્યક્તિ છે જેનું ભારતીય ક્રિકેટમાં યોગદાન 'થ્રી ડાઇમેન્શનલ' થી વધારે છે. ધોનીની સલાહ વર્તમાન કેપ્ટન વિરાટ કોહલી માટે પણ ફાયદાકારક બની છે. વિરાટ કોહલીએ ધોનીના એક ક્રિકેટર તરીકેની ખાસીયત વિશે ખુલાસો કર્યો છે.
ક્રિકબઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કોહલીએ ખુલાસો કર્ઓ કે કેવી રીતે એમને ધીનીની કેપ્ટનશિપ હેઠળ ટીમમાં કરિયરની શરૂઆત કરી અને ટીમનો કેપ્ટન બન્યો. સાથે કોહલીએ જણાવ્યું કે, કેવી રીતે તે કેટલાક વર્ષોથી ધોનીની નજીક આવ્યો. એક કેપ્ટનની ભૂમિકા નિભાવ્યા બાદ કોહલીએ એ પણ જાણ્યું કે ધોની કેવી રીતે ટીમની ભલાઇને તમામ બાબતોથી ઉપર રાખે છે.
વિરાટ કોહલીએ કહ્યું, 'હું એમના (ધોની) વિશે શું કહી શકું. મારું કરિયર તેમની કેપ્ટનશિપ હેઠળ શરૂ થયું. અને થોડા વર્ષોથી ઘણા લોકોએ મારી જેમ ધોનીને નજીકથી સમજયા. ધોની વિશે એક એવી વાત છે જે કોઇપણ વસ્તુની તુલનામાં ખુબ મહત્વપૂર્ણ છે. આ તેમના માટે ઘણું મહત્વપૂર્ણ છે. એમના માટે ટીમ બાકી તમામ વસ્તુથી ઉપર છે. પછી કંઇ પણ થાય એમને હંમેશા ટીમ વિશે વિચારે છે. સૌથી વધુ ટીમમાં તેમનો જે અનુભવ છે. અમે તેના કારણે આગળ આવ્યા છે'.
મહાન ક્રિકેટરનો દરજ્જો પ્રાપ્ત કર્યા બાદ પણ ધોની ટીકાકારોના નિશાને રહ્યા છે. ઘણીવાર રન ન બનાવવાને કારણે તો ક્યારેક ટીમનું લક્ષ્ય પૂર્ણ કરવા નિષ્ફળ રહેવાને કારણે ટીકાનો સામનો કરવો પડયો છે. વિશ્વ કપમાં ટીમમાં તેમની જગ્યાને લઇને સવાલ પણ ઉઠ્યા છે. કોહલીનું માનવું છે કે ધોની જેવા ક્રિકેટર વિશે જાણ્યા બાદ તેમની ટીકા કરવું વાસ્તવમાં દુર્ભાગ્યપૂર્ણ છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું, ' એ દુર્ભાગ્યપૂર્ણ છે. પ્રમાણિકતાથી કહું તો મને લાગે છે કે લોકોમાં ધર્યની કમી આવી ગઇ છે. એક ખરાબ દિવસ અને લોકો વાતો કરવા લાગે છે. પરંતુ સત્ય હકીકત એ છે કે એમએસ ધોની ક્રિકેટના સૌથી ચતૂર લોકોમાંથી એક છે. સ્ટંપની પાછળ જેવું કે મેં કહ્યું અનમોલ છે. તેથી મને સ્વતંત્ર રીતે નિર્ણય લેવામાં આઝાદી મળે છે. વિરાટે કહ્યું કે એમએસ ધોની જેવા ક્રિકેટર પાસે અનુભવનો ખજાનો છે.