મહિલા T20 WC / ઓસ્ટ્રેલિયા સામેની મેચ પહેલા ભારતીય સુકાની હરમનપ્રીતે આપ્યું આ નિવેદન

captain Harmanpreet Kaur said that India Women can put pressure on any team

ICC મહિલા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ તૈયાર છે. કેપ્ટન હરમનપ્રીત કૌરે બુધવારે સિડનીમાં કહ્યું કે, તેની ટીમ પોઝિટિવ એટીટ્યૂડ સાથે મેદાન પર ઉતરશે તો તે કોઈપણ ટીમમાં દબાણ લાવી શકે છે. હરમનપ્રીતે કહ્યું કે, આ પોઝિટિવિટી ભારતીય ટીમનો સૌથી મજબૂત પાસો છે અને તેની ટીમ શુક્રવારે ટૂર્નામેન્ટની પહેલી મેચમાં ચાર વખત ચેમ્પિયન અને ટાઇટલધારક ઓસ્ટ્રેલિયા સામે રમવા આતુરતાથી રાહ જોઇ રહી છે. ભારતીય ટીમ હજી સુધી આ ટૂર્નામેન્ટ જીતી શકી નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ