બ્રેકિંગ ન્યુઝ
VTV / જોવા જેવું / તમારા કામનું / મૂડી ભેગી નથી થતી? તો આ રીતે રોજના 200 રૂપિયાનું સેવિંગ કરવાનું શરૂ કરી દો, થશે આટલા લાખનો ફાયદો
Last Updated: 05:12 PM, 6 September 2024
સૌ પ્રથમ તમારે દરરોજ 200 રૂપિયા ભેગા કરવા પડશે. દરરોજ 200 રૂપિયા ભેગા કરશો એટલે મહિનાના અંતમાં તમારા હાથમાં રૂ.6000 હશે. ( 200*30 = 6000) આ રૂપિયા ભેગા થયા બાદ તમારે દર મહિને આ 6 હજાર રૂપિયાની SIP કરવાની રહેશે. એટલે કે એક વર્ષમાં તમે 72 હજાર રૂપિયાની SIP કરશો.
ADVERTISEMENT
આપણે ટાર્ગેટ એ જ રાખવાનો છે કે દર મહિને રૂ.6 હજારની SIP કરી શકાય. ફાઇનાન્સ એક્સપર્ટના જણાવ્યા મુજબ આપણે રૂ.6 હજારનું ઈન્વેસ્ટમેન્ટ વિવિધ જગ્યાએ કરીશું. જેનાથી ફાયદો મળે, અને નુકશાન થાય તો એજ જગ્યાએ થાય. ઇન્ડેક્સ મ્યુચલ ફંડમાં રીસ્ક ઓછુ હોય પણ રિટર્ન પણ સામે ઓછું જ મળે છે. જે વર્ષે 12 ટકા જેટલું જોવા મળે છે. બીજી બાજુ મીડ કેપ મ્યુચલ ફંડ આપણને 5 થી 10 વર્ષે 30-40 ટકા રિટર્ન આપે છે, પરંતુ આમાં રિસ્ક છે. પણ ત્રીજી જગ્યાએ આપણે ત્રીજો ભાગ એટલે કે રૂ.2000 ઇન્વેસ્ટ કરીશું જે એકદમ સેફ હોય એટલે કે ડેબ્ટ ફંડમાં જ્યાં આપણને વર્ષે 8 ટકા રિટર્ન મળશે. આ ત્રણ જગ્યાનું રિટર્ન ગણીએ તો 12 ટકા કરતા વધુ મળે, પરંતુ આપણે 12 ટકાનું રીટર્ન આ કિસ્સામાં ગણીશું.
ADVERTISEMENT
દર વર્ષે 72 હજારનું રોકાણ કરો તો રૂ.5 લાખ બનતા કેટલો સમય લાગે?
જો તમે દર મહિને 12 હજાર, એટલે કે વર્ષે 72 હજારનું રોકાણ કરો તો તમને રૂ. 5 લાખ સુધી પહોંચતા 5 વર્ષ થશે. 5 વર્ષના અંતે જો 12 ટકા રિટર્ન મળે છે તો 4.94 લાખ તમારી મૂડીની કિંમત થાય, જેની સામે તમારું રોકાણ 3.60 લાખ થાય. પરંતુ પહેલી 5 લાખ રૂપિયાની મૂડી તમારી બની ગઈ. જો વર્ષ સારું રહ્યું અને આપણે 12 ની જગ્યાએ 15 ટકાનું રીટર્ન ગણીએ તો એ કિંમત 5.34 લાખ થાય. હવે આ 5 લાખ રૂપિયાને આમાં રહેવા દઈએ અને એસઆઇપી હજુ એક વર્ષ માટે વધારીએ, જેમાં આપણે દર મહિને 6 હજાર લેખે 72 હજાર વધારે રોકાણ કર્યા છે. પણ તેની સામે આપડી મૂડીની કિંમત થાય છે 6.34 લાખ રૂપિયા. એટલે કે લગભગ 72 હજાર ની સામે 1.40 લાખનો ફાયદો થયો. એટલે કે આપણે જે 6 હજારનું રોકાણ કરતા હતા. તેની સામે આપણી આવક દર મહિને 12 હજાર રૂપિયાની થઇ ગઇ. આ છે પાવર કમ્પાઉન્ડિંગનો.
પોસ્ટ ઓફિસની યોજના
હવે મૂડી ખોવાઈ જવાની બીકે આપણે રૂ.5 લાખની મૂડી સ્ટોક માર્કેટમાંથી ઉપાડીને વધુ સેફ જગ્યા એટલે કે દેશની સૌથી સેફ જગ્યા એટલે કે પોસ્ટ ઓફિસ. જેમાં આપણે પોસ્ટ ઓફિસની post office monthly income scheme મહિનાની આવક યોજનામાં મુકીશું. જેમાં વર્ષે 7.4 ટકાનું રિટર્ન મળે છે. એટલે કે રૂ. 5 લાખ રૂપિયામાંથી દર મહિને રૂ.3 હજારની આવક શરૂ થઇ ગઇ. હવે આ 3 હજારને આપડે અગાઉની 6 હજારની SIP માં જોડીને દર મહિને 9 હજારની SIP કરીશું.
3 વર્ષમાં જ બનાવો 5 લાખ
રૂપિયા 6 હજારમાં વધુના 3 હજાર જોડીને એટલે કે દર વર્ષે 1,08,000 ની SIP કરીશું. ત્યારે આટલા રૂપિયાના રોકાણ સામે તમે ફક્ત 3 વર્ષ મહિનામાં રૂ.5 લાખ સુધી પહોંચી જશો. હવે જો આપણે SIP ચાલુ રાખવી છે, રીસ્ક કેપેટાઇટ વધી ગયો છે અને સાથે સમય સાથે આવક વધી છે. તો આપણને 12 ટકા લેખે રિટર્ન મળશે. જો મૂડીને સેવ કરી દેવી હોય તો આપડે આ 5 લાખને ફરીથી પોસ્ટ ઓફિસની post office monthly income scheme યોજનામાં રોકાણ કરી દીધા. એટલે કે હવે આપણને દર મહિને રૂ. 6 હજાર મળી રહ્યા છે.
વધુ વાંચો : '80 ટકા કસ્ટમર સંબંધ માટે નથી આવતા', કેમ આવે છે? 73 હજાર લેતી કોલ ગર્લનો ઘટસ્ફોટ
2 વર્ષમાં જ બનશે 5 લાખ
પોસ્ટમાંથી મળતા રૂ.6 હજારને અગાઉના 6 હજારની SIP સાથે જોડી શુ તો દર મહિને 12 હજારની SIP થી રૂ. 5 લાખ સુધી પહોંચતાં 2 વર્ષ 11 મહિના લાગશે. સામાન્ય રીતે જોવા જઇએ તો આપણે આપણા પૈસાને કામે લગાડ્યા અને નવી આવક ઉભી કરી છે. આ મૂડીથી તમે રીયલ એસ્ટેટમાં કે અન્ય ઘણી જગ્યાએ રૂપિયાને ઇન્વેસ્ટ કરી શકો છો. એટલે કે 100-200 જેવી નાની રકમ જે આપણે વેડફી દેતા હોઈએ તેનાથી પણ સારી આવક ઉભી કરી શકાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વિશ્વ પ્રવાસન દિવસ / ગુજરાતના આ પાંચ બીચ જોઈને ભૂલી જશો ગોવાના બીચ, છેલ્લો તો છે અત્યંત સુંદર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.