મહામંથન / શું ગુજરાતની જનતા ઉત્સવોને બંધ ના રાખી શકે ?

છેલ્લા કેટલાક સમયથી કોરોનાના દેશ અને ગુજરાતમાં કેસ વધી રહ્યા છે. સંક્રમણમાં ફેલાવો થઈ રહ્યો છે...એવામાં હવે ઉત્સવો અને મહોત્સવો મહામારીના સમયે મહાસંકટ ઉભુ કરે તેવા પણ સંકેત દેખાઈ રહ્યા છે. આગામી દિવસોમાં અનેક તહેવાર અને ઉત્સવો આવી રહ્યા છે. જન્માષ્ટમી હોય, નવરાત્રી હોય કે પછી મેળા. તમામ જગ્યાએ લોકોની ભીડ એકઠી થાય તેવી પુરેપુરી શક્યતાઓ છે. એક તરફ સરકારે મેળા અને મહોત્સવો પર પ્રતિબંધ ફરમાવ્યા છે અને ગાઈડલાઈનના પાલન કરવાના આદેશ પણ આપ્યા છે. પરંતુ ક્યાંક છાને છપને કોઈ આયોજન થઈ જાય તો મુશ્કેલીમાં આમ જનતાજ મુકાશે તેવી પુરેપુરી શક્યતા છે. ત્યારે આજના મહામંથનમાં કેટલાક સવાલો છે જેમાં સૌથી પહેલો સવાલ છે કે શું મહામારીના સમયે મહોત્સવો કરવા જરૂરી છે. શું મહામારીના સમયે જન્માષ્ટમી, ગરબા કે પછી અન્ય આયોજનો કરવા જરૂરી છે. ગુજરાતની જનતા ઉત્સવોને બંધ ના રાખી શકે. શું ગુજરાતની જનતા સંયમ રાખી શકશે. આ સહિતના સવાલો પર છે આજનું મહામંથન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ