બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / જુનિયર-સિનિયર ક્લાર્ક ભરતીનો મામલો, જાહેર કરાયેલા પરિણામથી ઉમેદવારોમાં રોષ
Last Updated: 04:03 PM, 20 September 2024
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તાજેતરમાં જ જુનિયર-સિનિયર ક્લાર્ક ભરતી મામલે જાહેર કરેલ પરિણામ પર ઉમેદવારો નારાજ જોવા મળી રહ્યા છે. નારાજ ઉમેદવારો ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળ પહોંચ્યા હતા. કુલ જગ્યાનાં 7 ગણા ઉમેદવારોનાં પરિણામ જાહેર કરવા માંગ કરી હતી. ગુરૂવારે કેટેગરી મુજબ 7 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર થયા હતા. ઓનલાઈન પરીક્ષા રદ્દ કરવાની ઉમેદવારોની માંગ છે.
ADVERTISEMENT
CBRT પદ્ધતિથી પરીક્ષા ના લેવામાં આવે તેવી માંગ
ADVERTISEMENT
આ સમગ્ર બાબતે ઉમેદવારોએ જણાવ્યું હતું કે, GPSC મુજબ મેરીટ લીસ્ટ જાહેર કરવામાં આવે છે. વધારે ઉમેદવારોને તક મલે તેવું આયોજન કરવાની રજૂઆત કરી હતી. ગુજરાત ગવર્નરમાં કોમ્પ્યુટર બેઝડ રિક્રૂટમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી પરીક્ષા ના લેવામાં આવે.
અમદાવાદમાં 1,44,990 ઉમેદવારો પરીક્ષા આપી હતી
અમદાવાદ જિલ્લામાં કુલ 494 પરીક્ષા કેન્દ્રો પર કુલ 4833 બ્લોકમાં કુલ 1,44,990 ઉમેદવારો પરીક્ષા આપનાર છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પ્રવેશતાં પહેલાં ચેકિંગપ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી દ્વારા પણ દેખરેખર રાખવામાં આવશે. આ રીતે જિલ્લા વહીવટી તંત્ર પરીક્ષાને શાંતિપૂર્ણ માહોલમાં સમ્પન્ન કરવા સુસજ્જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.