Wednesday, April 24, 2019

ચૂંટણી / લોકસભા જંગમાં ઉમેદવાર જ નહીં પરિવાર પણ જોડાયો, ઘરે ઘરે ફરી કર્યો પ્રચાર

લોકસભા જંગમાં ઉમેદવાર જ નહીં પરિવાર પણ જોડાયો, ઘરે ઘરે ફરી કર્યો પ્રચાર

દરેક ઉમેદવાર ચૂંટણી પ્રચારમાં દિવસ રાત કરી મતદારોને રિઝવવા પ્રયાસ કરે છે. ચૂંટણીના જંગમા ઉમેદવાર જ નહિ પરંતુ પરિવાર પણ જોડાય છે. પક્ષ જે રીતે પોતાના ઉમેદવારની જીત માટે પ્રયત્નશીલ હોય છે. તે જ રીતે પરિવાર પણ પોતાના સ્વજન માટે કાર્યશીલ જોવા મળે છે.

ત્યારે વડોદરા અને અમદાવાદમાં મતદારોને રીઝવવા ઉમેદવારનો પરિવાર રસ્તા પર આવ્યો છે. વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રશાંત પટેલના પત્ની ફાલ્ગુની પટેલ પતિ સાથે પ્રચાર અભિયાનમાં જોડાયા છે. લોકોને કોંગ્રેસને મત આપવા આહવાન કરી રહ્યા છે.

તો બીજી તરફ અમદાવાદ પૂર્વના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના પત્ની પણ પ્રચાર માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. હસમુખ પટેલની જીત માટે પ્રચાર કરી રહ્યા છે. પતિની જીત માટે સોસાયટીમાં ઘરે ઘરે પહોંચીને મહિલાઓને મતદાન માટે અપીલ કરી રહ્યાં છે. હસમુખ પટેલની પત્નીની સાથે તેમની પુત્રવધુ, પૌત્ર અને સાથી મિત્રો પ્રચારમાં જોડાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હવે બીજા તબક્કાના મતદાનને લઇને તમામ પક્ષો પોતાના ઉમેદવારને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. રેલીઓ અને ચૂંટણી સભાઓ કરી રહ્યા છે.
lok sabha election ahmedabad vadodara

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ