બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Candidate dies of chest pain after completing race for GRD recruitment in Modasa
Mehul
Last Updated: 05:06 PM, 28 November 2021
ADVERTISEMENT
ગુજરાતમાં અત્યારે પોલીસ ભરતી પરીક્ષાની તૈયારીઓ પૂરજોશમાં ચાલે છે.ત્યારે શારીરિક કસોટી ક્ષમતા ચકાસણી માટે મોડાસામાં GRDની ભરતીમાં પહોંચેલા યુવકનું મોત નીપજતા સનસનાટી મચી ગઈ હતી.
મોડાસામાં GRD માટે શારીરિક ક્ષમતા કસોટી ચાલી રહી હતી.આ દરમિયાન રણજીત સિંહ નામક 37 વર્ષીય યુવકને અચાનક જ છાતીમાં દુખાવો ઉપાડ્યો હતો. શારીરિક ક્ષમતા માટે આવેલા યુવકને હોસ્પિટલ ખસેડવા તજવીજ કરાઈ હતી,આ દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું. રણજીત સિંહને હોસ્પિટલનાં તબીબે મૃત જાહેર કર્યો હતો.
ADVERTISEMENT
વિધિની વક્રતા એ છેકે,મૃતક રણજીતસિંહને બે બાળકો છે જેમાં એકની ઉમર 3 વર્ષ અને બીજાની માત્ર 7 મહિના છે. બંને બાળકોએ પિતાની છત્રછાય ગુમાવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.