બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / માત્ર એક ટીપાં લોહીથી કેન્સર ડિટેક્ટ થઈ જશે, અંબાણીની કંપનીએ મેડિકલ ક્ષેત્રે કર્યો કમાલ

કેન્સર સ્પોટ ટેસ્ટ / માત્ર એક ટીપાં લોહીથી કેન્સર ડિટેક્ટ થઈ જશે, અંબાણીની કંપનીએ મેડિકલ ક્ષેત્રે કર્યો કમાલ

Last Updated: 11:52 PM, 2 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇશા અંબાણીએ કહ્યું કે આ નવી કેન્સર સ્ક્રીનીંગ ટેસ્ટ એ આપણી આરોગ્યસંભાળ પ્રણાલીમાં પરિવર્તન લાવવાની જીનોમિક્સ શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે.

એવું કહેવાય છે કે જો કેન્સર પ્રારંભિક તબક્કે શોધી કાઢવામાં આવે તો તેની સારવાર શક્ય છે. પરંતુ, ભારત જેવા દેશમાં આવું થવું લગભગ અશક્ય હતું. પરંતુ, હવે આ શક્ય બનશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની અને જીનોમિક્સ અને બાયોઇન્ફોર્મેટિક્સમાં અગ્રણી સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સે એવો ચમત્કાર કર્યો છે કે તમે સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો.

વાસ્તવમાં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની પેટાકંપની સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સે કેન્સરસ્પોટ નામની નવી બ્લડ-આધારિત ટેસ્ટ શરૂ કરી છે. આ દ્વારા, સામાન્ય રક્ત નમૂના દ્વારા કેન્સરના પ્રારંભિક લક્ષણોની ઓળખ કરી શકાય છે.

આ ટેસ્ટ કેવી રીતે કામ કરે છે?

કેન્સર સ્પોટ ડીએનએ મેથિલેશન સિગ્નેચરનો ઉપયોગ કરે છે, જેને જીનોમ સિક્વન્સિંગ અને વિશ્લેષણની વિશિષ્ટ પ્રક્રિયા દ્વારા ઓળખવામાં આવે છે. આ સિગ્નેચર ભારતીય ડેટાના આધારે વિકસાવવામાં આવ્યા છે. જો કે, તેમનો ઉપયોગ વૈશ્વિક સમુદાયો પર પણ અસરકારક છે. આ પરીક્ષણ સક્રિય અને નિયમિત કેન્સર સ્ક્રીનીંગ માટે એક સરળ અને અનુકૂળ વિકલ્પ પૂરો પાડે છે.

શું કહ્યું ઈશા અંબાણીએ

આ સફળતા પર, ઈશા અંબાણી જેઓ મુકેશ અંબાણીની પુત્રી છે અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડ મેમ્બર પણ છે, જણાવ્યું હતું કે, "રિલાયન્સનો હેતુ માનવતાની સેવા કરવા દવાઓના ક્ષેત્રમાં નવી નવીનતાઓ કરવાનો છે. કેન્સર એક ઝડપથી વધી રહેલી બીમારી છે. ભારત આ એક ગંભીર સમસ્યા છે જે દર્દીઓ પર ભારે નાણાકીય, સામાજિક અને મનોવૈજ્ઞાનિક બોજ મૂકે છે, અને આ નવી કેન્સર સ્ક્રીનીંગ ટેસ્ટ એ આપણી આરોગ્યસંભાળ પ્રણાલીમાં પરિવર્તન લાવવાની જીનોમિક્સ શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. અમે જીનોમિક્સની તાકાતનો ઉપયોગ કરીને ભારત અને દુનિયાના સ્વાસ્થ્ય અને જીવનને વધુ સારું બનાવવા માટે કટિબદ્ધ છે

શું કહ્યું સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સના સીઇઓએ

સ્ટ્રેન્ડ લાઇફ સાયન્સના સીઇઓ અને સહ-સ્થાપક ડૉ. રમેશ હરિહરને જણાવ્યું હતું કે, "કેન્સરને હરાવવા માટે વહેલાસર નિદાન ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમને ગર્વ છે કે અમે એક ખુબજ સરળ અને આસાન ટેસ્ટ લોંચ કર્યો છે જે લોકોને કેન્સર કરતા આગળ રહેવામાં મદદ કરશે. 24 વર્ષથી સ્ટ્રેંડ જિનોમિક્સના ક્ષેત્રમાં અગ્રણી રહ્યુ છે અને આ ભારત માટે એક મોટી ઉપલબ્ધિ છે.

આ પણ વાંચોઃ આજથી બોટલ પાણી બંધ ! કેન્દ્ર સરકારે મુક્યું અતિ જોખમી કેટેગરીમાં, આપી વોર્નિંગ

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Spot Test Reliance Industrial
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ