બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:31 PM, 18 February 2025
મહિલાઓ માટે સારા સમાચાર છે. મહિલાઓના કેન્સરને રસી બહુ ટૂંકા ગાળામાં મળતી થઈ જશે. કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ અને આયુષ રાજ્યમંત્રીએ એવું કહ્યું કે આગામી 4-5 મહિનામાં દેશમાં મહિલાઓ માટેની કેન્સરની વેક્સિન ઉપલબ્ધ થઈ જશે. રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે અને ટ્રાયલ ચાલી રહી છે.
ADVERTISEMENT
STORY | Cancer vaccine for women to be available in five to six months, says Union Minister Jadhav
— Press Trust of India (@PTI_News) February 18, 2025
READ: https://t.co/iHgpB6PUOU pic.twitter.com/2KIsgRSLl4
30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની હોસ્પિટલોમાં તપાસ
ADVERTISEMENT
"દેશમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, અને કેન્દ્ર સરકારે આ મુદ્દાને ઉકેલવા માટે પગલાં લેવાનું શરૂ કર્યું છે. 30 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓની હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવશે, અને રોગના વહેલા નિદાન માટે ડેકેર કેન્સર સેન્ટરો સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે સરકારે કેન્સરની સારવારમાં વપરાતી દવાઓ પર કસ્ટમ ડ્યુટી પણ માફ કરી દીધી છે.
9-16 વર્ષની વયની છોકરીઓ માટે વેક્સિન
મંત્રીએ કહ્યું, "મહિલાઓને અસર કરતા કેન્સર માટે રસી પર સંશોધન લગભગ પૂર્ણ થઈ ગયું છે, અને ટ્રાયલ ચાલી રહી છે. તે પાંચથી છ મહિનામાં ઉપલબ્ધ થશે, અને નવ થી 16 વર્ષની વય જૂથની છોકરીઓ રસીકરણ માટે પાત્ર બનશે. હોસ્પિટલોમાં આયુષ વિભાગો છે, અને લોકો આ સુવિધાઓનો લાભ લઈ શકે છે.તેમણે કહ્યું કે દેશમાં આવી 12,500 આરોગ્ય સુવિધાઓ છે, અને સરકાર તેમાં વધારો કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.