બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:06 AM, 24 April 2023
ADVERTISEMENT
આજના સમયમાં બદલાતી જીવનશૈલીના કારણે કેન્સર એક સામાન્ય બિમારી બનીઈ ગઈ છે. કોઈપણ વ્યક્તિને કોઈપણ અંગમાં કેન્સર થઈ શકે છે. કેન્સરથી બચવા માટે તેના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. સર્વાઈકલ કેન્સર એક પ્રમુખે કેન્સરમાંથી એક છે. કોઈપણ મહિલાને આ કેન્સર થઈ શકે છે. કેન્સરના જે આંકડા સામે આવ્યા છે, તે ખૂબ જ ચિંતાજનક છે. સર્વાઈકલ કેન્સર અંગે સ્ટડી કરવામાં આવી છે. સ્ટડીના આંકડા અનુસાર વિશ્વભરમાં અનેક મહિલાઓને સર્વાઈકલ કેન્સર થઈ રહ્યું છે અને આ કેન્સરને કારણે દર બે મિનિટે એક મહિલાનું મોત થાય છે.
2275 મહિલાઓ પર પરીક્ષણ
મીડિયા રિપોર્ટ અનુસાર કેન્યામાં મહિલાઓ અને સર્વાઈકલ કેન્સર બાબતે એક સ્ટડી કરવામાં આવી છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, વેક્સીનના પહેલા ડોઝના 18 મહિના (દોઢ વર્ષ) પછી પણ બાઈવલેન્ટ વેક્સીન HPVના બે સ્ટ્રેન સામે 97.5 ટકા અસરકારક સાબિત થઈ છે. રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે, નોબાઈવલેન્ટ વેક્સીન HPV સામે 7% સુધી અસરકારક છે.
ADVERTISEMENT
સિંગલ ડોઝ પણ અસરકારક
જર્નલ એનઈજેએમમાં એક સ્ટડી પબ્લિશ કરવામાં આવી છે. સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, વેક્સીનનો એક ડોઝ પણ અસરકારક છે, જેના કારણે કેન્સરના સ્ટ્રેન સામે રક્ષણ મેળવી શકાય છે. સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, મહિલાઓને એક ડોઝ પણ આપવામાં આવે તો તે અસરકારક સાબિત થશે.
15 ટકા મહિલાઓને વેક્સીન આપવામાં આવી
HPV વેક્સીન આપવાના આંકડા ખૂબ જ ભયાનક છે. રિપોર્ટ અનુસાર માત્ર 15% મહિલાઓને જ HPV વેક્સીન આપવામાં આવી છે. WHOનો ટાર્ગેટ છે કે, વર્ષ 2030 સુધીમાં 15 વર્ષની 90% કિશોરીઓને HPV વેક્સીન આપવામાં આવે. જેનાથી કેન્સર સામે રક્ષણ મેળવી શકાશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT