બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લો બોલો! કેનેડાથી ઇન્ડિયા આવેલી બે બહેનો થઇ ઓનલાઇન અરેસ્ટનો શિકાર, બચવા 2 કરોડ ટ્રાન્સફર કરી દીધા

ચેતી જજો / લો બોલો! કેનેડાથી ઇન્ડિયા આવેલી બે બહેનો થઇ ઓનલાઇન અરેસ્ટનો શિકાર, બચવા 2 કરોડ ટ્રાન્સફર કરી દીધા

Last Updated: 02:56 PM, 6 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિવસે ને દિવસે સાયબર ક્રાઇમ વધી રહ્યા છે ત્યારે લખનૌનો એક કિસ્સો બહાર આવ્યો છે જેમાં કેનેડાથી ભારત ફરવા આવેલી બે બહેનો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની હતી અને બંનેને છેતરામણીની ખબર પડતાં તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

ઓનલાઈન ફ્રોડના કિસ્સાઓ રોજ સામે આવી રહ્યા છે. સાયબર ફ્રોડથી ખૂબ ચેતીને ચાલવા માટે સરકાર આવેદન કરી રહી છે એ વચ્ચે બે વિદેશી બહેનો પાસેથી ફ્રોડ કરીને 2 કરોડ પડાવી લીધા છે. આ ઘટના તે બંને બહેનો કેનેડાથી ભારત ફરવા આવી ત્યારે બની છે.

કેનેડાની રહેવાસી છે બંને બહેનો

ડિજિટલ અરેસ્ટનો ભોગ બનનારી આ બંને બહેનોના નામ સુમન કક્કડ અને વિનય થપલિયાલ છે. બંને કેનેડીયન છે અને ભારત ફરવા આવી હતી ત્યારે ઠગે તેમણે અલગ અલગ રીતે ડરવીને ધમકાવીને માની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી તેમને ડિજિટલ અરેસ્ટ કરી કુલ 2 કરોડ રૂપિયા પડાવી લીધા છે.

પોલીસે શરૂ કરી તપાસ

બંને બહેનોના જણાવી અમુજ્બ તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર બનીને ફ્રોડ કૉલ આવ્યો હતો અને વિડીયો કૉલ પર તેમને ખૂબ ડરાવ્યા હતા, અને દરમાં જ તેમણે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા . જો કે પાછળથી તેમણે ફોર્ડનની જાણ તહત પોલીસ ફરિયાદ કરી અને આ ફરિયાદથી જ સાઇબર ક્રાઇમની ટીમ કામે લાગી ગઈ છે. શરૂઆતી કાર્યવાહીમાં પોલીસે 25 લાખ રૂપિયા ફ્રીઝ કર્યા છે અને તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ રકમ 4 રાજ્યોના અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાઇ છે.

વધુ વાંચો: વિદેશીઓને કેમ ગમી ગયું ભારતનું એજ્યુકેશન? આ વર્ષે થયા રેકોર્ડબ્રેક રજિસ્ટ્રેશન, જાણો કારણ

ડિજિટલ અરેસ્ટથી બચવા શું કરવું

  • સૌથી પહેલા તો સચેત અને સાવધ રહો.
  • કોઈપણ અજાણ્યા લિન્ક કે ફોનને જવાબ આપવાનું ટાળો.
  • જો તમને કોઈ એવો ફોન આવે જેમાં તમને ધમકી આપવામાં કે તમે કોઈ ગુનામાં સંડોવાયેલા છો તેમ જણાવીને ડરાવે તો પોલીસને જાણ કરો.
  • યાદ રાખો કે કોઈપણ કાનૂની સંસ્થા, ક્રાઇમ બ્રાન્ચ કે રિઝર્વ બેંક અને અન્ય બેંક ક્યારેય કોઈ પાસે બેંકની વિગતો માંગતી નથી.
  • કોઈ તમને બળજબરી કરીને ધમકાવે કે પછી ઇમરજન્સી બતાવે તો પણ શાંત મગજે કામ લો અને પોલીસમાં જાણ કરો.
  • જો તમને કોઈ સંદિગ્ધ ફોન આવે તો તેની ઓળખાણ કરવા માટે જે તે કંપની કે એજન્સીના ઓથોરીટી સાથે તે વેરીફાય કરો.
  • ફોન પર કે મેસેજમાં અજાણી વ્યક્તિને તમારી અંગત વિગતો આપવાનું ટાળો.
  • અજાણ્યા વ્યક્તિ સાથે વિડીયો કૉલ કરવાનું ટાળો.
  • ખાસ યાદ રાખો કે એક પણ સરકારી એજન્સી ક્યારેય WhatsApp કે Skype જેવા માધ્યમથી સંપર્ક કરતી નથી.

ફ્રોડ થાય તો આ ખાસ કરો

  • જો તમે પણ સાયબર ફ્રોડના શિકાર બનો છો તો સૌથી પહેલા તમારી બેંકને જાણ કરીને તમારું એકાઉન્ટ તાત્કાલિક ધોરણે ફ્રીઝ કરાવો.
  • cybercrime.gov.in આ બેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ માટેનું પોર્ટલ છે તેના પર ફરિયાદ કરો.
  • સ્કેમરને લગતી તમામ વિગતો જેવી કે કૉલ ડિટેલ, પૈસા ટ્રાન્સફરની ડિટેલ, મેસેજ વગેરે ખાસ સાચવીને રાખો.
  • જરૂર પડે તો વકીલની કે કાનૂની મદદ લો.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Digital Arrest Cyber Fraud Canadian Lady
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ