બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / 'કેનેડામાં ખાલિસ્તાન તથા મોદી સરકારના અનેક સમર્થક, પરંતુ...', ભારતીય સમુદાયને સંબોધિત કરતી વેળાએ આ શું બોલ્યા જસ્ટિન ટ્રુડો
Last Updated: 05:22 PM, 12 November 2024
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દેશમાં ખાલિસ્તાની સમર્થકોની હાજરીની વાત સ્વીકાર કરી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ ખાલિસ્તાની સમર્થકો કેનેડામાં શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. ખાલિસ્તાની સમર્થકોની હાજરીનો ટ્રુડો દ્વારા સ્વીકાર ભારતના એ વલણની પુષ્ટિ કરે છે કે કેનેડા સરકાર ખાલિસ્તાની તત્વોને આશ્રય આપી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે કેનેડામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હિન્દુ સમર્થકો છે, પરંતુ તેઓ પણ કેનેડામાં સમગ્ર હિન્દુ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી.
ADVERTISEMENT
ઓટાવામાં પાર્લામેન્ટ હિલ ખાતે દિવાળીની ઉજવણી દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતા ટ્રુડોએ કહ્યું કે, "કેનેડામાં ખાલિસ્તાનના ઘણા સમર્થકો છે, પરંતુ તેઓ સમગ્ર શીખ સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નથી. કેનેડામાં મોદી સરકારના સમર્થકો છે, પરંતુ તેઓ બધા હિન્દુ કેનેડિયનોનું પ્રતિનિધિત્વ નથી કરતા."
ADVERTISEMENT
ટ્રુડોની આ ટિપ્પણી ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે વધતા જતા રાજદ્વારી વિવાદ વચ્ચે આવી છે. સપ્ટેમ્બર 2023 માં બંને દેશો વચ્ચેના સંબંધોમાં ત્યારે તણાવ આવ્યો, જ્યારે ટ્રુડોએ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાનો આરોપ લગાવ્યો.
જણાવી દઈએ કે ભારત સરકાર દ્વારા આતંકવાદી નિજ્જર વોન્ટેડ હતો, જેને કૉઈ અજાણ્યા શખ્સો દ્વારા 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર ગોળી મારી દેવામાં આવી હતી. જે બાદ ભારત કેનેડાના સંબંધો પર તિરાડ આવી હતી. તણાવ વધી ગયો જયારે કેનેડાએ નિજ્જરની હત્યાની તપાસમાં ભારતીય હાઈ કમિશનની સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો. જો કે, ભારતે આ તમામ આરોપોને ફગાવી દીધા હતા અને ઓટ્ટાવા સ્થિત પોતાના હાઈ કમિશનરને પરત બોલાવી લીધા હતા. સાથે જ ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓને પણ હાંકી કાઢ્યા હતા.
આ પણ વાંચો: 'આગામી ચૂંટણીમાં જસ્ટિન ટ્રુડોની થશે હાર' ટ્રમ્પ બાદ ટેસ્લાના CEO એલન મસ્કે કરી મોટી ભવિષ્યવાણી
ભારત વિદેશ મંત્રાલયે વારંવાર કહ્યું છે કે કેનેડાની સરકારે વારંવાર વિનંતી કરવા છતાં નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા શેર કર્યા નથી. સાથે જ સરકારે ટ્રુડો પર વોટ બેંકની રાજનીતિ કરવાનો અને કેનેડાની ધરતી પર અલગાવવાદી તત્વો સાથે ડીલ કરવા માટે પર્યાપ્ત પગલાં ન લેવાનો પણ આરોપ લગાવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel-Iran conflict / ઈરાનનો ઈઝરાયલ પર વળતો પ્રહાર, છોડી સેંકડો મિસાઈલ, તેલ-અવીવ સહિતના શહેરો હચમચી ઉઠ્યાં
યુદ્ધસ્ય કથા રમ્યા / ઇઝરાયેલને રોકો, વિશ્વ સળગાવી રહ્યા છે નેતન્યાહૂ, હુમલા બાદ ખોફમાં તુર્કી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT