બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાત સમંદર પારથી જાન જોડીને આવ્યો કેનેડિયન યુવક, અમદાવાદની યુવતી સાથે લગ્ન, જુઓ વીડિયો
Last Updated: 11:17 PM, 13 February 2025
અમદાવાદના ખોખરામાં કેનેડાથી જાન આવી છે. કેનેડિયન યુવક સાત સમંદર પારથી જાન લઈને આવ્યો છે. કેનેડામાં બિઝનેસ કરતો યુવાને કેનેડામાં ડૉક્ટર બનેલી અમદાવાદની ખોખરાની શ્રધ્ધા સોલંકી સાથે લગ્ન કર્યા છે. બંને યુગલોએ ભારતીય સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા છે.
ADVERTISEMENT
કેનેડિયન યુવકે ભારતીય યુવતી સાથે કર્યા લગ્ન
ADVERTISEMENT
કહેવાય છે કે, પ્રેમને કોઈ ધર્મ કે, સિમાડા નડતા નથી અને એ વાત શ્રધ્ધા સોલંકીએ સાબિત કરી છે. કારણે જેમને કેનેડાના યુવક સાથે પ્રેમ થયો અને જે પ્રેમ લગ્નમાં રૂપાતર થયા છે. ઘણી વાર જોવા મળે છે કે ઘણા લોકોથી વાતો કરવાથી એ સમજાતું નથી કે આનાથી હકીકતમાં પ્રેમ થયો છે કે નહીં, પરંતુ પ્રેમ એ તો બે હર્દયનું મિલન છે. જેના પછી એકમેકના થઈ જવાય છે.
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5084 ઉમેદવારો મેદાને, મતદાન પહેલા આટલી બેઠકો બિનહરીફ
પ્રેમ શું છે ?
પ્રેમ થવો એક સ્વભાવીક અને સામન્ય વાત છે. પ્રેમમાં રહેતા લોકો જલ્દી કોઈ બીજા સાથે પ્રેમ નથી કરતા. એટલે કે જો કોઈને જબરદસ્ત પ્રેમ થાય છે તો તે કોઈ અન્ય વ્યક્તિને પ્રેમ નથી કરતો. આમ વર્તમાનમાં છૂટાછેડા વચ્ચે આ પ્રેમી યુગલ એકમેકનો થયો છે, જેમના દેશ અલગ છે સંસ્કૃતિ અલગ તેમજ ભાષા અને પહેરવેશ પણ અલગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.