બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / કેનેડા જવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો? તો પહેલા આ ન્યૂઝ અવશ્ય વાંચી લેજો

NRI ન્યૂઝ / કેનેડા જવાનો પ્લાનિંગ કરી રહ્યાં છો? તો પહેલા આ ન્યૂઝ અવશ્ય વાંચી લેજો

Last Updated: 09:27 AM, 4 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Canada Visitor Visa Latest News : અગાઉના નિયમ હેઠળ વિઝિટર વિઝા પર કેનેડા જતા લોકોને ત્યાં કામચલાઉ ધોરણે કામ કરવાની છૂટ હતી, આ માટે તેમને IRCC કેનેડા દ્વારા વિઝિટર વર્ક પરમિટ આપવામાં આવતી હતી પણ હવે......

Canada Visitor Visa : ગુજરાત અને દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો કેનેડા જતાં હોય છે. આ તરફ હવે કેનેડા જતા લોકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હવે કેનેડાની સરકાર તેના મુલાકાતીઓને આપવામાં આવતી મોટી સુવિધાઓ બંધ કરી રહી છે. કેનેડા સરકારના ઈમિગ્રેશન યુનિટ ધ ઈમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ આ સંબંધમાં માહિતી જાહેર કરી છે. આ દેશ હવે વિઝિટર વર્ક પરમિટની સુવિધા બંધ કરી રહ્યો છે. આ નવો નિયમ 28 ઓગસ્ટ 2024થી લાગુ કરવામાં આવ્યો છે.

આવો જાણીએ શું છે આ કેનેડા વિઝિટર વર્ક પરમિટ ?

અગાઉના નિયમ હેઠળ વિઝિટર વિઝા પર કેનેડા જતા લોકોને ત્યાં કામચલાઉ ધોરણે કામ કરવાની છૂટ હતી. આ માટે તેમને IRCC કેનેડા દ્વારા વિઝિટર વર્ક પરમિટ આપવામાં આવી હતી. પરંતુ હવે ટ્રુડો સરકારે કેનેડા વિઝિટર વિઝા પર રહેતા લોકો માટે કામકાજના નિયમો કડક બનાવ્યા છે. આનો અર્થ એ છે કે મુલાકાતીઓ કેનેડામાં હોય ત્યારે વર્ક પરમિટ માટે અરજી કરી શકશે નહીં.

વાસ્તવમાં આ નિયમ ઓગસ્ટ 2020 માં કોવિડ -19 રોગચાળા દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. તે સમયે ઘણા લોકો કેનેડામાં અટવાઈ ગયા હતા અને પાછા જઈ શક્યા ન હતા. તેથી સરકારે તેમને કેનેડામાં રહીને કામ કરવાની મંજૂરી આપી. આ નિયમ અગાઉ ફેબ્રુઆરી 2025 સુધીમાં સમાપ્ત થવાનો હતો પરંતુ થોડા દિવસોની છૂટ આપવામાં આવી હતી. હવે આખરે 28મી ઓગસ્ટથી તેનો અમલ કરવામાં આવ્યો છે.

જૂની અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે

જો કે, IRCC એ સ્પષ્ટ કર્યું છે કે 28 ઓગસ્ટ, 2024 પહેલા આવેલી તમામ અરજીઓને જૂના નિયમો અનુસાર જ ગણવામાં આવશે. નિષ્ણાતો માને છે કે, કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવાનો આ બીજો રસ્તો છે. તાજેતરમાં 'ટેમ્પરરી ફોરેન વર્કર પ્રોગ્રામ' હેઠળ ઓછા વેતનના સ્થળાંતર કરનારાઓની ભરતી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેનેડામાં ઘરની વધતી કિંમતો, આરોગ્ય સેવાઓ પર દબાણ અને ચૂંટણી જેવા અનેક કારણોને લીધે સરકાર આવા નિર્ણયો લઈ રહી છે.

વધુ વાંચો : 198 તાલુકાઓ છેલ્લા 24 કલાકમાં વરસાદથી ભીંજાયા, જાણો સૌથી વધુ કયા વિસ્તારમાં સર્જી તારાજી

કેનેડામાં ચૂંટણી પહેલા વિઝામાં કાપ

કેનેડામાં ચૂંટણી પહેલા વિઝિટર અને ટેમ્પરરી વિઝામાં ધરખમ કાપ મુકાયો છે. ચૂંટણી પહેલા ઈમિગ્રન્ટ્સની ઘટાડવાનો આશય હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. કેનેડામાં મકાનો અને ચીજવસ્તુઓના ભાવ વધારા માટે ઈમિગ્રન્ટ્સને જવાબદાર ઠેરવાઈ રહ્યા છે છે. જો આપડે આંકડાની વાત કરીએ તો જુલાઈમાં કેનેડાએ સ્ટુડન્ટ, વર્ક અને ટુરિસ્ટ મળી 5853ના વિઝા રિજેક્ટ કર્યા હતા. જાન્યુઆરી 2019 પછી રિજેક્શનનો આ સૌથી મોટો આંકડો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Canada Visitor Visa Canada Visitor Visa
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ