બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 4 લાખથી વધુ ભારતીયોને એક જ મહિનામાં છોડવું પડશે કેનેડા! ટ્રુડો સરકારે લીધો આ મોટો નિર્ણય

વિશ્વ / 4 લાખથી વધુ ભારતીયોને એક જ મહિનામાં છોડવું પડશે કેનેડા! ટ્રુડો સરકારે લીધો આ મોટો નિર્ણય

Last Updated: 08:37 AM, 9 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેનેડાની સરકાર દ્વારા એક મોટુ પગલુ લેવામાં આવ્યું છે જેના કારણે 4.5 લાખ પંજાબીઓને એક મહિનામાં જ કેનેડા છોડવું પડશે.

Canada: કેનેડામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કેનેડાની સરકારે ભારતીય નાગરિકો માટે વિઝિટર વિઝાની અવધિ એક મહિના સુધી મર્યાદિત કરી દીધી છે. જેના કારણે 4.5 લાખ પંજાબીઓ મુશ્કેલીમાં મુકાયા છે. હવે તેમને દર વર્ષે ટુરિસ્ટ વિઝા લેવા પડશે. તેમજ એક મહિનામાં કેનેડા છોડવું પડશે. વિઝા સિસ્ટમમાં કડક જોગવાઈઓ લાગુ કરવાના ઉદ્દેશ્યથી કેનેડા સરકાર દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.

કેનેડિયનો માટે ઘર ખરીદવું અશક્ય બની ગયું

આ સાથે ભારતીય નાગરિકો માટે લાંબા ગાળાના વિઝાની સુવિધા સમાપ્ત થઈ જશે. તેની સૌથી વધુ અસર પંજાબી સમુદાયના લોકો પર પડશે, જેઓ કેનેડા આવતા-જતા રહે છે. કેનેડાના વાનકુવરમાં રહેતા જાણીતા લેખક અને પંજાબી વિચારક સુખવિન્દર સિંહ ચોહલા કહે છે કે બે વર્ષ પહેલાં જ્યારથી વ્યાજ દરો વધવા લાગ્યા ત્યારથી ઘણા કેનેડિયનો માટે ઘર ખરીદવું અશક્ય બની ગયું છે. વધી રહેલા ઇમિગ્રેશનને કારણે કેનેડાની વસ્તી પણ રેકોર્ડ સ્તરે પહોંચી છે.

PROMOTIONAL 10

વિદ્યાર્થીઓ પર પણ અસર પડશે

કેનેડિયન વિઝા નિષ્ણાતોનું કહેવું છે કે દસ વર્ષના પ્રવાસી વિઝાની સમાપ્તિની સૌથી વધુ અસર પંજાબ પર પડશે. કેનેડામાં 2021માં ભારતીયોને 2 લાખ 36 હજાર ટૂરિસ્ટ વિઝા આપવામાં આવ્યા હતા, પરંતુ 2022માં તેમાં 393 ટકાનો વધારો થયો હતો અને આ સંખ્યા 11 લાખ 67 હજાર પર પહોંચી હતી અને 2023માં આ સંખ્યા 12 લાખને પાર કરી હતી, જેમાંથી મૂળ પંજાબના 60 ટકાથી વધુ છે. નોંધનીય છે કે, દર વર્ષે 1.5 લાખ બાળકો પંજાબથી કેનેડા અભ્યાસ માટે જાય છે, તેમને પણ અસર થશે.

આ પણ વાંચો : 'કેનેડામાં ખાલિસ્તાન તથા મોદી સરકારના અનેક સમર્થક, પરંતુ...', ભારતીય સમુદાયને સંબોધિત કરતી વેળાએ આ શું બોલ્યા જસ્ટિન ટ્રુડો

અગાઉ સમય મર્યાદા છ મહિનાની હતી

નવા નિયમથી કેનેડામાં 10 લાખ લોકો માટે સંકટ સર્જાયું છે જેઓ વિઝિટર અથવા મલ્ટીપલ વિઝા પર કેનેડામાં છે. તેમાંથી લગભગ 4.5 લાખ પંજાબ મૂળના છે. ચોહલા કહે છે કે, 'કેનેડાની સરકારે પણ આ મામલે સંપૂર્ણ સ્પષ્ટતા કરી નથી, શું તેનાથી સુપર વિઝા પર પણ અસર પડશે? સુપર વિઝા એવા લોકોને આપવામાં આવે છે જેમના બાળકો હોય કે જેઓ કેનેડામાં પીઆર અથવા નાગરિક હોય. તે કેનેડા છોડ્યા વિના 5 વર્ષ સુધી રહી શકે છે.'

ટ્રુડો સરકારે આ નિર્ણય કેમ લીધો?

જીવનનિર્વાહની ઊંચી કિંમત અને ઘટતી મંજૂરી રેટિંગ્સ પર લોકોના ગુસ્સાને ઘટાડવા માટે પણ આમ કરવામાં આવ્ય છે. ટ્રુડોએ અગાઉ પણ જાહેરાત કરી હતી કે તેઓ ટેમ્પરરી અને કાયમી બંને પ્રકારના ઇમિગ્રેશનમાં ઘટાડો કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Justin trudeau Canada visa policy Indian Immigrants
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ