બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / વિશ્વ / ભારતીયોની ઘુસણખોરીએ અમેરિકાની ઉંઘ ઉડાવી, 1 મહિનામાં 5 હજાર ઝડપાયા, કેનેડાને કરી સજ્જડ અપીલ
Last Updated: 04:45 PM, 7 September 2024
કેનેડા જતાં ભારતીયોની ઘૂસણખોરીએ અમેરિકાની ઉંઘ ઉડાવી દીધી છે...તાજેતરના જ એક આંકલન મુજબ જૂન-2024માં 5 હજાર કરતાં વધુ ભારતીયો અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરતાં ઝડપાયા હતા...કેનાડાથી અમેરિકામાં ઘુસણખોરી કરવાની વધતી ઘટનાથી એક વાત તો નક્કી છે કે માઈગ્રેશન કરવાની પદ્ધતિમાં બદલાવ આવ્યો છે...ભારતીયોની ઘુસણખોરીને અટકાવવા અમેરિકાએ કેનેડાને વીઝાના નિયમો કડક બનાવવા અપીલ કરી છે...
ADVERTISEMENT
ભારતીયો અમેરિકામાં સેટલ થવાનાં સપનાં લઈને કેનેડા પહોંચે છે
કેનેડાએ અમેરિકાની અપીલને ધ્યાને રાખી આકરું વલણ અપનાવ્યું છે...છેલ્લા થોડા મહિનાઓમાં વિઝિટર વીઝા લઈને કેનેડા જનારા 6,000 લોકોને કેનેડાએ ડિપોર્ટ કરી દીધા છે...મહત્વનું છે કે કેનેડામાં ભારતીયોની સંખ્યા નાની નથી. લાખો ભારતીયો વસે છે. આમાંથી મોટા ભાગના ભારતીયો પાડોશી દેશ અમેરિકામાં સેટલ થવાનાં સપનાં લઈને કેનેડા પહોંચે છે. કેનેડાથી આ લોકો અલગ અલગ રસ્તે ચાલીને, બોટમાં અથવા કોઈ પણ રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યા છે....
ADVERTISEMENT
આ પણ વાંચોઃ કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, હવે સપ્તાહમાં માત્ર આટલા કલાક જ કરી શકશે કામ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.