બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં SDS પ્રોગ્રામ બંધ થવો, એ ભારતીય સ્ટુડન્ટ માટે કેમ વરદાન બનીને આવ્યો? સમજો
Last Updated: 11:43 AM, 3 January 2025
Canada SDS Program: કેનેડાએ ગત વર્ષે નવેમ્બરમાં સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) પ્રોગ્રામને બંધ કરી દીધો છે જેના લીધે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રખડી પડ્યા છે. કારણ કે હવે તેમને એ નથી સમજાઈ રહ્યું કે તેમણે કેનેડામાં ભણવા જવું હોય તો તેનું પ્લાનિંગ કેવી રીતે કરવું. કેનેડામાં આ પ્રગ્રામ વર્ષોથી કાર્યરત હતો જેના લીધે ભારત સહિત અન્ય દેશોના વિદ્યાર્થીઑ સરળતાથી સ્ટડી પરમિટ મેળવી શકતા હતા. ત્યારે અંગ્રેજી ભાષાની પરીક્ષા જેવા અન્ય કડક નિયમોના લીધે વિદ્યાર્થીઓની મુશ્કેલી વધુ ગઈ હતી ત્યારે આ પ્રોગ્રામ બંધ થવો એ હવે વિદ્યાર્થીઓ માટે ' વરદાન' સમાન સાબિત થશે.
ADVERTISEMENT
આ પ્રોગ્રામ બંધ થવું એટલા માટે પણ વરદાન કહી શકાય કારણ કે તેનાથી વિદ્યાર્થીઓને ઘણો ફાયદો થવાનો છે. પહેલા GIC પ્રોગ્રામ અંતર્ગત અંગ્રેજી ભાષામાં પકડ સાબિત કરવા માટે અમુક પરીક્ષાઓ જેવી જે IELTS કે TOEFL આપવી પડતી જેના માટે મોંઘી ફી ભરીને ક્લાસ કરવા પડતાં હતા અને રિઝલ્ટની રાહ જોવી પડતી હતી. જે થોડું મુશ્કેલ હતું.
ઓનલાઈન અંગ્રેજી ટેસ્ટ પણ ગણાશે માન્ય
ADVERTISEMENT
હવે વિદ્યાર્થી ઓનલાઈન ટેસ્ટના ઘણા વિકલ્પોમાંથી એકની પસંદગી કરી શકશે જે સમય અને બજેટ બંનેની બચત કરાવશે. અને ઓનલાઈન પરીક્ષાના પરિણામ માટે ખાસ લાંબી રાહ પણ જોવી નહીં પડે.
વધુ વાંચો: USમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર! સ્ટુડન્ટ્સને મળી શકે અમેરિકાનું ગ્રીન કાર્ડ
GIC ની નહીં રહે જરૂર
GIC પ્રોગ્રામ માટે GIC ગેરેંટીડ ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટની જરૂર પડતી હતી જેના ભાગરૂપે વિદ્યાર્થીઓને એક વર્ષની એડવાંન્સ ફી આપવી પડતી હતી અને સાથે એ પણ દેખાડવું પડતું હતું કે તેમની પાસે રહેવા, જમવાની પૂરતી સગવડ છે પરંતુ GICની જરૂર નહીં રહેવાથી હવે આર્થિક રીતે કામઝોર પણ ભણવામાં મહેનતી અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ પણ કેનેડા ભણવા જઈ શકશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT