બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડામાં રોજગાર ગોતવો હવે અધરો! ટ્રુડો સરકારે આપ્યો ભારતીયોને ઝટકો, લાગુ થશે નવો નિયમ
Last Updated: 04:17 PM, 10 September 2024
કેનેડાની ટ્રુડો સરકાર વિદેશની કામદારોની સંખ્યામાં મોટો ઘટાડો લાવવા જઈ રહી છે. આગામી 26 સપ્ટેમ્બરથી નવા નિયમો હેઠળ કેનેડામાં કંપની પોતાના ઓછી આવકવાળા કર્મચારીઓમાં માત્ર 10 તક વિદેશી કામદારોને રાખી શકશે. કરણ કે પહેલા વર્કફોર્સમાં 20 ટકા 20 ટકા આ જ શ્રેણીના કામદારોને રાખી શકતા હતા. કેન્ડની જસ્ટિન ટ્રુડો સરકારે દેશમાં વધતી બેરોજગારી ના કારણે વધી રહેલા દબાણનો સામનો કરવા આ નિર્ણય લીધો છે. આ નિર્ણયની અસર આસ્થાઈ વિદેશી શ્રમિક કાર્યક્રમ હેઠળ કામ કરનાર ભારતીય પર પડશે એન તેમણે આગળ શું કરવું જોઈએ? પરંતુ આ પહેલા કેનેડાનો ટીએફડબ્લ્યુ પ્રોગ્રામ વિશે સમજીએ.
ADVERTISEMENT
શું છે ટીએફડબ્લ્યુ પ્રોગ્રામ?
ADVERTISEMENT
ટેમ્પરરી ફોરેન વર્કર એટલે ટીએફડબ્લ્યુ પ્રોગ્રામ કેનેડામાં કંપનીઓને યોગ્ય કેનેડિયન લોકો ન મળવા પર વિદેશી કામદારોને રાખવાની પરમિશન આપે છે. તેની સમય મર્યાદા બે વર્ષ સુધીની હોય છે. કંપની અથવા નોકરીદાતાઓએ જણાવવું આવશ્યક છે કે તેઓ એ વિદેશીઓને નોકરીએ રાખતા પહેલા કેનેડિયન કામદારોની ભરતી કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે. ટીએફડબ્લ્યુ પ્રોગ્રામને માત્ર ઉપયોગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો નથી, જ્યારે યોગ્ય કેનેડીયન સ્થાયી નિવાસીઓ સાથે શરણાર્થી અને આશ્રય શોધનરની ભરતી કરવા માટે સક્ષમ નથી.
વિદેશી શ્રમિકોને ઘટાડવા ઈચ્છે છે કેનેડા
ગત 26 ઓગસ્ટે કેનેડાના મંત્રી ઘોષણા કરી કે કેનેડામાં ઓછી આવક વાળા અસ્થાયી કામદારોની સંખ્યા ઘટાડવામાં આવશે. એક રિપોર્ટ પ્રમાણે જુલાઈ 2024 સુધી ટીએફડબ્લ્યુ કાર્યક્રમ હેઠળ ભારતીય નાગરિકોને 52, 455 માન્ય વર્ક પરમિટ આપવામાં આવી હતી. જેમાંથી 29,455 પરમિટ હાઇ-સ્કિલ્ડ શ્રેણી જેવા કે મેનેજર, પ્રોફેશનલ અને ટેકનોલોજીના તજજ્ઞોનો પાસે છે. જેરે બાકીના 22,000 પરમિટ લો-સ્કિલ નોકરી કરતા શ્રમિકો પાસે છે.
વધુ વાંચો:માનો કે કેનેડા કે USના સ્ટુડન્ટ વિઝા રિજેક્ટ થયા તો શું કરશો? પછી કયા દેશમાં અભ્યાસ કરવો બેસ્ટ
કેનેડામાં રહેતા ભારતીયો પર અસર?
જે ભારતીય કેનેડામાં ટીએફડબલ્યુ પ્રોગ્રામ હેઠળ પહેલેથી કામ કરી રહ્યા છે, તેમના પર સીધી અસર નહીં થાય. જોકે, જે ભારતીયોની વર્ક પરમિટની લિમિટ પૂરી થવા જઈ રહી છે તેઓએ તાત્કાલિક સાવધાન રહેવાની જરૂર છે. કેનેડાના સંચાર સલાહકાર જણાવ્યું હતું કે ટીએફડબ્લ્યુ પ્રોગ્રામ હેઠળ કામ કરવામાં રસ ધરાવતા વિદેશી નાગરિકોએ નોકરીદાતાઓ દ્વારા મુકાયેલી પોસ્ટ માટે અરજી કરવી જોઈશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.