બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Canada police action in Dingucha family death case

કાર્યવાહી / ડિંગુચા પરિવાર મૃત્યુ કેસ મામલે કેનેડા પોલીસ એક્શનમાં, ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક સ્થળોએ હાથ ધરી તપાસ

Malay

Last Updated: 09:08 AM, 9 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાન્યુઆરી 2022માં અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી દરમિયાન ડિંગુચા ગામના એક પરિવારના 4 સભ્યોના મોત બાદ હવે કેનેડા પોલીસ ટીમે ગુજરાતમાં તપાસ શરૂ કરી છે.

 

  • કેનેડામાં ડિંગુચાના પરિવારના મોત મામલે તપાસ
  • કેનેડા પોલીસની ટીમ આવી ગુજરાત
  • અનેક વિસ્તારોમાં કેનેડા પોલીસની તપાસ

કેનેડામાં ડિંગુચા ગામના પટેલ પરિવારના 4 સભ્યોના મોત મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. આ મામલે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ડિંગુચાના પટેલ પરિવારના મોત મામલે કેનેડા પોલીસની ટીમે ગુજરાત ધામા નાખ્યા છે. કેનેડા પોલીસીની ટીમે ગુજરાતમાં તપાસ શરૂ કરી છે. કેનેડા પોલીસની ટીમ સ્થાનિક પોલીસની સાથે મળીને અમદાવાદ અને અન્ય શહેરોમાં તપાસ કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડા પોલીસની ટીમ કેટલાક લોકોની પૂછપરછ કરી છે. આપને જણાવી દઈએ કે, જાન્યુઆરી 2022માં બોર્ડર ક્રોસ કરતી વખતે ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના મૃત્યુ થયા હતા.

ડીંગુચા ગામનું નામ આવ્યું હતું ચર્ચામાં
1 વર્ષ અગાઉ  અમેરિકા-કેનેડા બોર્ડર પર ઘૂસણખોરી કરવાના પ્રયાસ દરમિયાન મોતને ભેટેલા પટેલ પરિવારની ઘટના બહાર આવ્યા બાદ કલોલ નજીકના ડીંગુચા ગામનું નામ આખીય દુનિયામાં ચર્ચામાં આવી ગયું હતુ. આ તરફ અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ SMCએ બોબી પટેલની ઓફિસ અને નિવાસ સ્થાને તપાસ કરી હતી. આ દરમિયાન SMCએ મહત્વના ડોક્યુમેન્ટ જપ્ત કર્યા હતા. 

થીજી જવાથી પરિવારના ચાર સભ્યોના થયા હતા મૃત્યુ
ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યોના થીજી જવાથી મૃત્યું થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું.  મહત્વનું છે કે, ડીંગુચાનો પરિવાર  પહેલા દુબઈ ગયો અને બાદમાં ટોરેન્ટો ગયા હતા. જોકે વીનીપેગમાં ઠંડી હોવાથી બાળકોને ઠંડી લાગવાથી મોત થયા હતા. તપાસમાં સામે આવ્યું હતું કે, વીનીપેગ ખાતે એજન્ટોએ આ પરિવારને છોડી દીધા હતા. આ સાથે એક વ્યક્તિ દીઠ 60થી 65 લાખમાં ડીલ થતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો હતો.  

બોબી પટેલ સહિત ત્રણની કરાઈ હતી ધરપકડ
મહત્વનું છે કે, અગાઉ ડિંગુચા ગામના પરિવારના આ સભ્યોને ગેરકાયદેસર અમેરિકા મોકલનારા એજન્ટ ભરત ઉર્ફે બોબી પટેલની ભાડજ સર્કલ પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. જે બાદમાં વધુ બે ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલની ધરપકડ કરાઈ હતું. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા બંને ઈસમ ભાવેશ પટેલ અને યોગેશ પટેલ 10 વર્ષથી એજન્ટ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે આ ઇસમોએ વીનીપેગ ખાતે એજન્ટોએ પરિવારને છોડી દીધા હતા. આ સાથે તપાસમાં સામે આવ્યું હતું કે, 11 લોકોને અત્યાર સુધીમાં કેનેડા-અમેરિકા મોકલ્યા હતા. 


 

સંકળાયેલા મુદ્દાઓ

Canada police Dingucha family death case police action કેનેડા પોલીસ ગુજરાતી ન્યૂઝ પોલીસની ટીમ એક્શનમાં Dingucha family death news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ