બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:59 AM, 11 March 2025
Canada News : કેનેડાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો મુજબ અમેરિકાએ ગેરકાયદેસર રહેતા લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ તરફ હવે કેનેડાથી પણ એક આ પ્રકારના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં કેનેડાના નવા લિબરલ પાર્ટીના નેતા અને આગામી વડા પ્રધાન માર્ક કાર્ની ભારત સાથે સંબંધો સુધારવા આતુર છે, પરંતુ તેમની ઇમિગ્રેશન નીતિ ભારતીય નાગરિકોને અસર કરી શકે છે. કાર્નેએ કહ્યું છે કે, જ્યાં સુધી ઇમિગ્રેશન કોરોના પહેલાના સ્તર સુધી ન પહોંચે ત્યાં સુધી તેઓ મર્યાદિત રાખશે. એક અહેવાલ મુજબ ફેબ્રુઆરી 2025માં મોન્ટ્રીયલમાં યોજાનારી પ્રથમ નેતૃત્વ ચર્ચા પહેલા કાર્નેની ઝુંબેશમાં આર્થિક વિકાસ અને આવાસ યોજનાઓ માટે એક માળખું ઘડવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
કેનેડિયન ઇમિગ્રેશન વિશ્લેષક દર્શન મહારાજાએ જણાવ્યું હતું કે, માર્ક કાર્નેએ હજુ સુધી ઇમિગ્રેશન નીતિ પર કોઈ નક્કર નિવેદન આપ્યું નથી. તેમણે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે, કાર્ને હાલની ઇમિગ્રેશન નીતિમાં કોઈ મોટા ફેરફારો નહીં કરે. મહારાજાએ એમ પણ કહ્યું કે, હાલમાં કેનેડા માટે સૌથી મોટો પડકાર અમેરિકા સાથે ચાલી રહેલ ટેરિફ યુદ્ધ છે તેથી આ સમયે ઇમિગ્રેશનના મુદ્દા પર કાર્ને પર કોઈ દબાણ લાવવાની શક્યતા ઓછી છે. પોતાના ભાષણમાં માર્ક કાર્નેએ ઇમિગ્રેશનના મુદ્દા પર કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના વેપાર યુદ્ધ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાના સૂચન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું, 'બિલકુલ નહીં!'
ADVERTISEMENT
ભારત સાથે સંબંધો સુધારવા માંગુ છું : PM માર્ક કાર્ની
માર્ક કાર્નેએ ભારત સાથે સંબંધો સુધારવાની ઇચ્છા વ્યક્ત કરી છે. અગાઉ જસ્ટિન ટ્રુડોના કાર્યકાળ દરમિયાન ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો નોંધપાત્ર રીતે બગડ્યા હતા. ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે, ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હોઈ શકે છે, ત્યારબાદ બંને દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા હતા. જોકે ભારતે આ આરોપોને સંપૂર્ણપણે પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા હતા.
બેંક ઓફ ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ગવર્નર કાર્ને ઓટાવાના વેપાર સંબંધોને વૈવિધ્યીકરણ કરવા અને નવી દિલ્હી સહિત અન્ય દેશો સાથે વેપાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા આતુર છે. ચૂંટણી પહેલા કેલગરીમાં મીડિયા સાથે વાત કરતા કાર્નેએ યુએસ સાથે ટેરિફના મુદ્દા પર ચર્ચા કરી. આ સમય દરમિયાન તેમણે કહ્યું હતું કે, કેનેડા સમાન વિચારધારા ધરાવતા દેશો સાથે વેપાર સંબંધો વધારવા માંગે છે અને ભારત સાથે સંબંધો સુધારવા માટે હજુ પણ ઘણી તકો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.