બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:07 PM, 28 August 2024
કેનેડામાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓમાં 40 ટકા વિદ્યાર્થી ઈન્ડિયાથી છે. સ્ટૂડન્ટ વીઝા લઈને કેનેડામાં વસવાનું સપનું જોતા યુવાઓને હવે ટ્રૂડોની નવી ઈનિગ્રેશન પોલિસીથી ઝટકો લાગી શકે છે. આજ કારણ છે કે પોલિસીમાં ફેરફારના કારણે 70,000થી વધારે વિદેશી વિદ્યાર્થી પર પોતાના દેશ પરત ફરવાની તલવાર લટકી રહી છે.
ADVERTISEMENT
ત્યાં વિરોધ-પ્રદર્શન પણ શરૂ થઈ ગયા છે. આવો જાણીએ કે આખરે કેનેડામાં આટલા ભારતીય વિદ્યાર્થી કેમ જાય છે. તેના ઉપરાંત ટ્રૂડોની નવી પોલિસીનો ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ પર શું અસર પડે છે.
We’re reducing the number of low-wage, temporary foreign workers in Canada.
— Justin Trudeau (@JustinTrudeau) August 26, 2024
The labour market has changed. Now is the time for our businesses to invest in Canadian workers and youth.
ADVERTISEMENT
ટ્રૂડોએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
મહત્વનું છે કે કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "અમે કેનેડામાં ઓછા વેતન વાળા, અસ્થાયી વિદેશી કર્મચારીઓની સંખ્યા ઓછા કરી રહ્યા છીએ. શ્રમ બજાર બદલાઈ ગયું છે. હવે સમય આવી ગયો છે કે આપણી વ્યવસ્થા કેનેડાના શ્રમિકો અને યુવાઓમાં રોકાણ કરે."
તેમની આ જાહેરાત બાદ જ કેનેડામાં રહેતા ભારતીય નોકરીયાતો, વિદ્યાર્થીઓમાં વિરોધ શરૂ થઈ ગયો છે. મહત્વનું છે કે વર્ષ 2023ની વાત કરીએ તો કેનેડામાં અત્યાર સુધી 900,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે ત્યાં જ હવે આ વર્ષે 2024ના અંત સુધી 500,000 સ્થાયી રહેવાસી બીજા વધવાની સંભાવના હતી.
વિદ્યાર્થીઓ સાથે થયો ફ્રોડ?
કનેડાની સરકાર અત્યાર સુધી કહેતી આવી છે કે અહીં પ્રવાસીઓને લાવવાનું એક પ્રમુખ કારણ આર્થિક વિકાસ અને તરળતા વધારવાનો છે. હવે પોલિસીમાં ફેરફાર બાદ ભારતીય વિદ્યાર્થી પોતાની સાથે ફ્રોડ થયો હોય તેવું અનુભવી રહ્યા છે.
એક પૂર્વ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી મહકદીપ સિંહ જે ઈમિગ્રેશનનો સામનો કરી રહ્યો છે તેમણે જણાવ્યું કે, "મેં કેનેડા આવવા માટે 6 વર્ષ સુધી મહેનત કરી. મેં અભ્યાસ કર્યો, કામ કર્યો, લોન ચુકવી અને કોમ્પ્રિહેન્સિવ રેંકિંગ સિસ્ટમમાં જરૂરી પોઈન્ટ્સ પુરા કર્યા. પરંતુ સરકારે અમારો ફાયદો ઉઠાવ્યો છે."
પહેલાથી જ છે ઘરની સમસ્યા
તમને જણાવી દઈએ કે કેનેડામાં પહેલાથી જ વિદ્યાર્થીઓ માટે ઘરની સમસ્યા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આવાસ સમસ્યાને લઈને એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટથી ખૂબ જ બબાલ મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં ઘરોના નિર્માણ ખૂબ જ ઓછા છે અને રેકોર્ડ-હાઈ વ્યાજદરોએ નવા ઘરને સામાન્ય કનેડીયન અને નવા અપ્રવાસીઓની પહોંચથી બહાર કરી દીધુ છે.
નોકરીની સમસ્યા
જો નોકરીની વાત કરવામાં આવે તો કેનેડામાં ઘણા સમય પહેલાથી જ પાર્ટ ટાઈમ જોબ્સનું સંકટ આવી ચુક્યું છે. અહીં પહેલાથી જ વિદેશી વિદ્યાર્થી આવાસ ન મળવાના કારણે ખૂબ જ ખરાબ સ્થિતિનો સામનો કરી રહ્યા છે. હવે નવી પોલિસી બાદ કેનેડામાં શિક્ષાનું સપનું ભારતીયો માટે મુશ્કેલ દેખાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.