બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટ્રુડોની ફજેતી! નિજ્જર હત્યાકાંડને લઇ સલાહકારે એવો દાવો કર્યો કે કેનેડામાં મચી ગઇ હડકંપ, ટેન્શનમાં સરકાર

વિશ્વ / ટ્રુડોની ફજેતી! નિજ્જર હત્યાકાંડને લઇ સલાહકારે એવો દાવો કર્યો કે કેનેડામાં મચી ગઇ હડકંપ, ટેન્શનમાં સરકાર

Last Updated: 11:30 AM, 30 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India-Canada News : જસ્ટિન ટ્રુડોની રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર નતાલી ડ્રોવિને સંસદીય સમિતિને જણાવ્યું હતું કે,ભારત સરકારના એક ટોચના અધિકારી કેનેડામાં નિજ્જર પર હુમલાના ષડયંત્રમાં સામેલ હતા

India-Canada News : ભારત-કેનેડા વિવાદ વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારના બે વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટને ભારત વિરુદ્ધ ગુપ્ત માહિતી અને સંવેદનશીલ માહિતી લીક કરવાની કબૂલાત કરી છે. એક અહેવાલ અનુસાર ટ્રુડોની રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર નતાલી ડ્રોવિને સંસદીય સમિતિને જણાવ્યું હતું કે,ભારત સરકારના એક ટોચના અધિકારી કેનેડામાં નિજ્જર પર હુમલાના ષડયંત્રમાં સામેલ હતા.

શું કહ્યું કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકારે ?

જસ્ટિન ટ્રુડોની રાષ્ટ્રીય સુરક્ષા અને ગુપ્તચર સલાહકાર નતાલી ડ્રોવિને કહ્યું કે, તેમને આ ગોપનીય માહિતી લીક કરવા માટે વડાપ્રધાનની મંજૂરી આપવામાં આવી ન હતી. વાસ્તવમાં ગોપનીય માહિતી લીક કરવી એ સંચાર વ્યૂહરચનાનો એક ભાગ હતો. તેમણે અને કેનેડાના ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર ડેવિડ મોરિસને સુનિશ્ચિત કર્યું કે, અમેરિકાના એક મોટા અખબારને ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી વિવાદનું ઓટાવાનું સંસ્કરણ મળ્યું. તેમણે કહ્યું કે આ સંચાર વ્યૂહરચના પર વડાપ્રધાન કાર્યાલયનું સંપૂર્ણ ધ્યાન છે.

આ દરમિયાન 13 ઓક્ટોબરના રોજ વોશિંગ્ટન પોસ્ટમાં પ્રકાશિત એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે સિંગાપોરમાં કેનેડાના NSA સાથે ગુપ્ત બેઠક કરી હતી. સંસદીય સમિતિએ ડ્રોવિન અને મોરિસનને ઠપકો આપ્યો પૂછ્યું કે, શા માટે ટ્રુડો અને તેમના કેબિનેટ મંત્રીઓ અને RCMPએ આ માહિતી અખબારને સોંપવાને બદલે જાહેર કરી નથી ?

ટ્રુડોએ પહેલીવાર ભારત પર લગાવ્યો હતો આરોપ

નોંધનિય છે કે, ગયા વર્ષે સંસદમાં બોલતા જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું હતું. આ પછી ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ વધી ગયો. ત્યારથી ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે. ભારતે ટ્રુડો અને તેમની પાર્ટી પર ખાલિસ્તાનીઓને આકર્ષવા માટે વોટ બેંકની રાજનીતિ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં કેનેડાના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોડી થોમસે કહ્યું હતું કે, ભારત નિજ્જરની હત્યાની તપાસમાં કેનેડાને સહયોગ કરી રહ્યું છે.

ગયા વર્ષે કરાઇ હતી નિજ્જરની હત્યા

ગયા વર્ષે જૂનમાં કેનેડાના સરેમાં ગુરુદ્વારા બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો. ખાલિસ્તાન ટાઈગર ફોર્સનો ચીફ હતો. તે છેલ્લા ઘણા સમયથી કેનેડામાં રહેતો હતો અને ત્યાંથી ભારત વિરુદ્ધ ખાલિસ્તાની આતંકવાદને વેગ આપતો હતો. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર, નિજ્જર છેલ્લા એક વર્ષમાં ભારતીય તપાસ એજન્સીઓ માટે વધુ મોટો માથાનો દુખાવો બની ગયો હતો કારણ કે, તેણે લોરેન્સ બિશ્નોઈ ગેંગના ઓપરેટિવ્સને વિદેશમાં લોજિસ્ટિક્સ અને નાણાં આપવાનું શરૂ કર્યું હતું.

વધુ વાંચો : કેનેડા બાદ હવે અમેરિકા પણ હાંકી કાઢશે ભારતના રાજદ્વારીઓને? વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા, જાણો

અહીં એ પણ મહત્વનું છે કે, જ્યારે ટ્રુડો 2018માં ભારતની મુલાકાતે આવ્યા હતા. તે સમયે પંજાબના તત્કાલિન મુખ્યમંત્રી અમરિંદર સિંહે તેમને ખાલિસ્તાની આતંકવાદીઓની યાદી સોંપી હતી જેમાં નિજ્જરનું નામ પણ સામેલ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 2020માં નિજ્જરને આતંકવાદી જાહેર કર્યો હતો. 2010માં પટિયાલામાં એક મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટમાં તેમની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. હિંસા ભડકાવવા અને આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા સહિતના અનેક કેસમાં પોલીસ તેને શોધી રહી હતી. ભારતે હરદીપ સિંહ નિજ્જરને ડેઝિગ્નેટેડ આતંકી જાહેર કર્યો હતો. NIAએ તેના પર 10 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hardeep Singh Nijjar Murder India-Canada Dispute Justin Trudeau
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ