બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર, હવે સપ્તાહમાં માત્ર આટલા કલાક જ કરી શકશે કામ
Last Updated: 03:25 PM, 7 September 2024
Canada Indian Student : કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં હાલ કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કામના કલાકો અને વર્ક વિઝા સહીતના ફેરફારો કર્યા છે. ટોરંટોમાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને નવા ફેડરલ નિયમને કારણે મોટો ફટકો પડ્યો છે. જેમાં તેઓ કેનેડામાં ઓફ કેમ્પસ માત્ર 24 કલાક જ કામ કરી શકે છે. સપ્ટેમ્બર મહિનાથી આ નવો નિયમ લાગુ પડી જશે. આ નિયમ બાદ હવે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે .
ADVERTISEMENT
આ મામલે કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ પણ કહ્યું છે કે, ટોરંટોની હાઈફાઈ લાઈફ સ્ટાઈલને પહોંચી વળવા માટે સપ્તાહમાં માત્ર 24 કલાક જ કામ કરવાથી મેનેજ નહીં થાય. આ તરફ હવે નવા નિયમને કારણે અગાઉ જે વિદ્યાર્થીઓ સપ્તાહમાં 40 કલાક સુધી કામ કરતા હતા તેમને હવે ફટકો પડી શકે છે. આનાથી તેમના દૈનિક ખર્ચાઓ અને ફી સહિતના એક્સપેન્સને પહોંચી વળવામાં પણ બજેટ ખોરવાઈ જશે.
ADVERTISEMENT
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટરે શું કહ્યુ ?
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે, ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ હવે ભણવા પર ધ્યાન આપે એના માટે ન્યૂ કેપમાં ફોકસ કરાયું છે. તેમને ભણવાની સાથે કામ કરવામાં પણ અમે ફ્રિડમ આપીશું. કોવિડ-19 મહામારી સમયે લિબરલ ગવર્નમેન્ટે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પર 20 કલાકના વર્કિંગ અવર્સની કેપ હતી તે હટાવી દીધી હતી. જેના આ નિર્ણયથી તેમને લેબર શોર્ટેજના જોખમને પણ ટાળ્યું હતું. પરંતુ હવે 30 એપ્રિલે તે એક્સપાયર થવા જઈ રહી છે.
આવો જાણીએ શું કહી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ ?
કેનેડામાં આ નવા નિયમને લઈ ભારતીય મૂળની વિદ્યાર્થીનીએ કહ્યુ કે, તે છેલ્લા ઘણા વર્ષોથી સપ્તાહમાં 40 કલાક કામ કરી શકાય એ નિયમ હેઠળ જોબ કરી રહી છે. આનાથી તેના ખર્ચા પણ નીકળી જતા હતા અને રહેવાની પણ સરળતા હતી. પરંતુ હવે ન્યૂ કેપમાં 24 કલાક પ્રતિ સપ્તાહ કામ કરવાનો નિયમ લાગૂ થઈ જશે જેથી કરીને મારે ખર્ચાઓ પર કાપ મૂકવો પડશે.
ભારતીય વિદ્યાર્થીનીએકહ્યું કે, એકબાજુ ટોરંટોમાં હાઉસિંગ ક્રાઈસિસ છે અને ભાડા પણ વધી રહ્યા છે. બીજી બાજુ વર્કિંગ કલાકોમાં કાપ મુકાશે તો બીજા બધા ખર્ચાની સાથે રહેવાની પણ સમસ્યા ઊભી થઈ શકે એમ છે. ભારતીય યુવતીએ વધુમાં કહ્યું કે, આ પહેલા તો હું ફુલ ટાઈમ નોકરી શોધી લેતી હતી. પરંતુ હવે વર્કિંગ કલાકો ઓછા થઈ ગયા છે એટલે પાર્ટ ટાઈમ જોબ જ કરવી પડશે. મને અહીં ખાવા પીવામાં કઈ વાંધો નથી આવવાનો પરંતુ પહેલા જેવી ક્વોલિટી ઓફ લાઈફ હશે એના પર માઠી અસર થશે.
કેનેડાના પ્રોફેસરે શું કહ્યું ?
કેનેડાના પ્રોફેસર મોશે લેન્ડરે કહ્યું કે, પોસ્ટ સેકન્ડરી સ્ટડિઝ જ્યારે વિદ્યાર્થી કરતા હોય તો ભણવામાં પણ ધ્યાન આપવું જોઈએ. અહીં 24 કલાક પ્રતિ સપ્તાહ કામ કર્યા પછી બાકીનો સમય તેઓ ભણવામાં પણ આપી શકે છે. જે સ્ટુડન્ટ્સ માટે પણ ઘણો સારો છે. આનાથી તેમને ભણવામાં ધ્યાન આપવાનો સમય પણ મળી જશે. અહીં તેઓ ભણવા માટે આવ્યા હોય તો તેમને આનાથી કઈ પ્રોબ્લેમ ન થવો જોઈએ. જે લોકો માત્ર કમાણી કરવા માટે આવ્યા છે તો શું તેઓ અભ્યાસ કરતા વધારે પસંદગી તેમના પગારને આપે છે? ભણતરને સૌથી પહેલી પ્રાથમિકતા મળવી જોઈએ.
નોકરી કરવા માટે અભ્યાસને કોમ્પ્રોમાઈઝ કરવું પણ યોગ્ય નથી
આ તરફ 29 એપ્રિલે જાહેર થયેલી રિલિઝ પ્રમાણે ઈમિગ્રેશન, રેફ્યુજી અને સિટિઝનશિપ પર કેનેડાએ કહ્યું કે , અમે અત્યારે સ્ટુડન્ટ્સને શેની શેની જરૂર છે એના પર નજર કરી હતી. તમામ પોલિસી પર ધ્યાન આપ્યું અને એકેડમિક આઉટકમમાં પણ શુ ફેરફાર પડી શકે છે એના પર અમે નજર કરી હતી. અહીં સ્ટુડન્ટના કોર્સનો અભ્યાસક્રમ અને બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એક નિર્ણય લેવાયો છે. નોકરી કરવા માટે અભ્યાસને કોમ્પ્રોમાઈઝ કરવું પણ યોગ્ય નથી. મિલરે 29 એપ્રિલે વધુમાં કહ્યું કે, આપણે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને સપોર્ટ કરીએ છીએ અને એ પણ ધ્યાન રાખીએ છીએ કે તેઓ ભવિષ્યમાં સફળ થાય. જેથી કરીને તેમના સ્ટડીઝ અને વર્ક બંને જળવાય એને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.