બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / વિશ્વ / કેનેડા જવાનું સપનું હોય તો આ વાંચી લેજો, વિઝાની સંખ્યા ઘટાડશે ટ્રુડો સરકાર, ખુદ PMની જાહેરાત
Last Updated: 09:22 PM, 19 September 2024
કેનેડા જતા વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કેનેડાએ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ કામના કલાકો અને વર્ક વિઝા સહીતના કેટલાક ફેરફારો કર્યા હતા. ત્યારે હવે કેનેડાના પીએમએ આજે વધુ એક મોટી જાહેરાત કરી છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે ઇમિગ્રેશન એ આપણી અર્થવ્યવસ્થા માટે ફાયદાકારક બાબત છે, પરંતુ જ્યારે કેટલાક લોકો આ સિસ્ટમનો ફાયદો ઉઠાવે છે અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા લાભોનો ઉપયોગ કરે છે, ત્યારે અમે તેમના પર પણ લગામ લગાવીએ છીએ. કેનેડાએ ઇમિગ્રન્ટ કામદારોની સંખ્યા મર્યાદિત કરવા ઇમિગ્રેશન નિયમો કડક બનાવ્યા છે અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપવામાં આવતા વિઝાની સંખ્યામાં પણ ઘટાડો કર્યો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનિય છે કે કેનેડાએ આ વર્ષે એટલે કે 2024માં 4,85,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા છે, જે 35 ટકાનો ઘટાડો દર્શાવે છે. આવતા વર્ષે કેનેડા સરકારે પણ તેમાં 10 ટકાનો ઘટાડો કરીને 4,37,000 કરવાની જાહેરાત કરી છે.
ADVERTISEMENT
We’re granting 35% fewer international student permits this year. And next year, that number’s going down by another 10%.
— Justin Trudeau (@JustinTrudeau) September 18, 2024
Immigration is an advantage for our economy — but when bad actors abuse the system and take advantage of students, we crack down.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડોએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 'અમે આ વર્ષે 35 ટકા ઓછા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેનેડા આવવાની મંજૂરી આપી રહ્યા છીએ. આવતા વર્ષે આ સંખ્યામાં પણ 10 ટકાનો ઘટાડો થશે. ઇમિગ્રેશન આપણા અર્થતંત્ર માટે સારી બાબત છે, પરંતુ જ્યારે કેટલાક લોકો આ સિસ્ટમનો લાભ લે છે અને વિદ્યાર્થીઓને આપવામાં આવતા લાભોનો ઉપયોગ કરે છે, ત્યારે અમે તેમના પર પણ લગામ લગાવીએ છીએ. કેનેડાના ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ મિનિસ્ટર માર્ક મિલરે કેનેડામાં આવતા ઇમિગ્રન્ટ્સની સંખ્યાને રોકવા માટે ઘણા વધુ પગલાંની જાહેરાત કરી હતી.
વધુ વાંચો : સ્ટુડન્ટ્સથી લઈને વર્ક વિઝા.. યુનાઈટેક કિંગડમમાં તમામ વિઝા અલોટમેન્ટમાં ધરખમ ઘટાડો
કેનેડામાં સ્થાનિક લોકો હવે ઇમિગ્રન્ટ્સનો વિરોધ કરી રહ્યા છે. કેનેડામાં હવે ઘર ખરીદવું, આરોગ્ય સેવાઓ ખૂબ મોંઘી થઈ ગઈ છે. સ્થાનિક લોકો ઇમિગ્રન્ટ્સને પણ તેનું એક કારણ માને છે. આ ઉપરાંત રોજગારીની ઘટતી તકો પણ વસાહતીઓના વિરોધનું કારણ બની છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે ઇમિગ્રન્ટ્સ સ્ટુડન્ટ વિઝાનો દુરુપયોગ કરે છે. આ જ કારણ છે કે વિરોધ વચ્ચે કેનેડાની સરકારે પણ ઈમિગ્રેશન પર અંકુશ લગાવવા માટે પગલાં લીધાં છે. કેનેડામાં પણ શાસક લિબરલ સરકારનો વિરોધ વધી રહ્યો છે. આ જ કારણ છે કે ટ્રુડો સરકાર પણ ઇમિગ્રેશન પર પ્રતિબંધ મૂકીને મતદારોનો ગુસ્સો દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.