બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:32 PM, 8 September 2024
કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકાર બહારથી દેશમાં આવનારા લોકોની સંખ્યા ઘટાડવા માટે કડક પગલાં લઈ રહી છે અને આમાં સત્તાવાર અને અનૌપચારિક બંને પગલાં શામેલ છે. તેની અસર સૌથી વધુ ભારતીયો પર પડશે. અત્યારે કેનેડામાં ઇમિગ્રેશન એક રાજકીય મુદ્દો બની ગયો છે અને ટ્રુડો સરકારને તેના સંદર્ભમાં મતદારોના ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર કેનેડા પહેલા કરતા વધુ ઝડપી દરે વિદેશી નાગરિકોને દેશનિકાલ કરી રહ્યું છે. વર્ષ 2024 ના પહેલા સાત મહિનામાં આશરે 3,700 વિદેશીઓ તેમના દેશમાં પાછા ફર્યા છે અને કેનેડામાંથી દર-વર્ષે દેશનિકાલ કરાયેલા વિદેશીઓની સંખ્યામાં આ 20%નો વધારો છે.
ADVERTISEMENT
આટલું જ નહીં કેનેડા સરકારે સ્ટુડન્ટ, વર્ક વિઝા અને પ્રવાસીઓ સહિત 5,853 વિદેશી પ્રવાસીઓને એકલા જુલાઈમાં પ્રવેશ આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, જે જાન્યુઆરી 2019 પછી સૌથી વધુ છે. સાથે જ કેનેડાની જસ્ટિન ટ્રુડો સરકારે દેશમાં આવતા ઈમિગ્રન્ટ્સની સંખ્યામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે અને કેનેડિયન ઇમિગ્રેશન વિભાગ વધુને વધુ વિઝા અરજીઓને નકારી રહ્યું છે.
કેનેડામાં આવાસની અછતને કારણે લોકો માટે રહેવાનું ખૂબ મોંઘું બની રહ્યું છે અને વધતી જતી કિંમતો રહેવાસીઓને મોંઘા શહેરો છોડી દેશની બહાર જવાની ફરજ પાડે છે. જુલાઈમાં સર્વેક્ષણ કરાયેલા 28 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ જે જગ્યા પર રહે છે તે છોડવાનું વિચારી રહ્યા છે.
એવું પણ કહેવાય રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં કોચિંગ મૂલ્યોમાં 80 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વિઝા પ્રોસેસિંગ સેવાઓમાં 60-70 ટકાનો ઘટાડો થયો છે. આ બાદ એવો અંદાજ છે કે પંજાબ, જે ભારતીયોને કેનેડા મોકલવામાં મોખરે છે, ડિસેમ્બર 2023 પછી લગભગ 35 ટકા ઇમિગ્રેશન કેન્દ્રો બંધ થઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.